કોરોનાવાઈરસ:બનાસકાંઠામાં 21 સહિત ઉ.ગુ.માં એક જ દિવસમાં 102 કેસ

બનાસકાંઠાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાતમાં મંગળવારે એક દિવસમાં 102 કેસ નોંધાયા હતા.જેમાં સૌથી વધુ પાટણ જિલ્લામાં 45 કેસ નોંધાયા છે. જેમાં પાટણ સબજેલના સાત કેદી સહિત એક પોલીસકર્મી પાટણ જિલ્લામાં વધુ 45 કેસો, મહેસાણામાં 26, બનાસકાંઠામાં 21 અને સાબરકાંઠામાં 10 કેસ નોંધાયા છે. અનલોક પછી ઉત્તર ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત થઈ રહેલો વધારો તંત્ર માટે માથાનો દુખાવો બની ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે કોરોનાના વધુ 21 કેસ નોંધાતા જિલ્લાનો આંક 1394એ પહોંચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...