આંદોલન:બનાસકાંઠામાં સરકારી વિભાગમાં ફરજ બજાવતાં 100 ફાર્માસિસ્ટ રાજ્ય વ્યાપી આંદોલનમાં જોડાયા

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારના પંચાયત અને આરોગ્ય વિભાગોમાં ફરજ બજાવતા ફાર્માસિસ્ટો સાથે અન્યાય થઈ રહ્યો હોવાની ફરિયાદો ઊઠી છે. એસો.એ રજુઆત કરી કે ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહ પછી એન્જિનીયરિંગ અને ફાર્મસીને AICTE માન્ય ટેકનિકલ કોર્સ ગણવામાં આવે છે. ત્યારે એન્જિનીયરોને ક્લાસ-2 અધિકારી, ઉંચો ગ્રેડ પે, પ્રમોશનની વ્યાપક તકો હોય છે.

જ્યારે ફાર્મસી શાખાને ક્લાસ-3, નીચો ગ્રેડ પે તેમજ સમગ્ર નોકરીમાં પ્રમોશનની કોઈ તક નહીં આમ જ એક જ ટેક્નિકલ લાઈન હોવા છતાં ફાર્મસી કેડર સાથે પાયાથી જ આવો અન્યાય થાય છે.’ બનાસકાંઠા ફાર્મસીસ્ટ એસોસિયેશનના પ્રમુખ અપૂર્વ બારોટએ જણાવ્યું કે "ફાર્મસીનું ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન ધરાવતાં હોવા છતાં સરકારી તંત્રમાં દવાઓના અધિકારીઓ તરીકેનો વહીવટ નીચેથી ઉપર સુધી અન્ય કેડર દ્વારા સંભાળવા બાબતનો વિરોધ, એલોપેથિક દવાઓનું જ્ઞાન ન ધરાવતી અન્ય કેડરોને ઓફિસરનું લેબલ અને ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન ધરાવતી ફાર્મસી કેડરને પોતાના કરતા નીચી કેડરોને અધિકારી બનાવી પોતાની સાથે કરાતાં અપમાનજનક વર્તન થાય છે. જેથી ટ્વીટરના માધ્યમથી #फार्मासिस्ट_भी_है_कैडर_का_हक़दार હેશટેગ અંતર્ગત લગભગ 30,000 જેટલી ટ્વીટ PMO INDIA, PRESIDENT OF INDIA, MOHFW INDIA, CMO INDIA, વગેરેને ટેગ કરીને રજુઆત કરી છે. જેમાં બનાસકાંઠામાં સરકારી વિભાગમાં ફરજ બજાવતાં 100થી પણ વધારે ફાર્માસિસ્ટોએ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...