તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવર્ણ દાન:અંબાજી મંદિર ખાતે સુવર્ણ શિખર માટે 100 ગ્રામ સોનું અને 1 કિલો ચાંદીનું દાન આવ્યું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100 ગ્રામ સોના ની કિંમત 4 લાખ 80 હજાર અને 1 કિલો ચાંદી ની કિંમત 73 હજાર

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર. જે ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે હાલમાં કોરોના કહેર ઓછો થતાં અંબાજી મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે ત્યારે ભક્તો માતાજીનાં દર્શન કરવા દૂર દૂર થી આવી રહ્યાં છે ત્યારે આજે અંબાજી મંદિર ખાતે 100 ગ્રામ સોનું સુવર્ણ શિખર દાન અમદાવાદ ના એક ભક્ત દ્વારા આપવામાં આવ્યું હતું અને આ સિવાય બીજા અન્ય ભક્ત દ્વારા 1 કિલો ચાંદી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં અવિરત પણે દાન નો ધોધ ચાલુ છે આજે અંબાજી મંદિર ખાતે 100 ગ્રામ સોનાનું દાન આવ્યું હતું જેની કુલ કિંમત 4 લાખ 80 હજાર થાય છે અને આ દાન સુવર્ણ શિખર માટે આપવામાં આવ્યું હતુ.અમદાવાદ ના ભક્ત દ્વારા દાન આપવામા આવ્યુંહતું. આ સિવાય અમદાવાદના અન્ય એક ભક્ત દ્વારા 1 કિલો ચાંદી ભેટ આપવામાં આવીહતી જેની કુલ કિંમત 73 હજાર થાય છે આ બાબતે ટેમ્પલ ના ચેરિટી ઇન્સ્પેક્ટર સતીષભાઈ ગઢવી દ્વારા મીડીયાને માહીતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...