તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલનપુર નગરપાલિકાના 11 વોર્ડના 44 ઉમેદવારો માટે કોંગ્રેસ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં 100થી વધુ ઉમેદવારોએ પોતાના બાયોડેટા પાર્ટી સમક્ષ રજૂ કર્યા હતા. સાયન્સ લેવાની પ્રક્રિયામાં પ્રદેશ નિરીક્ષક ઉપરાંત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી અને શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલ બેઠા હતા. જેમણે તબક્કાવાર વોર્ડ વાઇઝ ઉમેદવારોને બોલાવી સાંભળ્યા હતા. જેમાં 2015માં કોંગ્રેસ પાર્ટી માંથી જીતેલા તમામ નગરસેવકોએ પુનઃ ટિકિટ માંગી હતી ઉપરાંત સંગઠનમાંથી પણ કેટલાક ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.
પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ રહી ચૂકેલા મુકેશ ચૌહાણએ તેમના પત્નીને ટિકિટ અપાવવા 3 નંબર વોર્ડ માટે લોબિંગ કર્યું હતું.વોર્ડ નંબર 2,6,8અને10માં ઉમેદવારોની પાંખી હાજરી જોવા મળી હતી. 6 નંબર 2 નંબર અને 8 નંબરમાં માત્ર 1-1 ઉમેદવારો દાવેદારી નોંધાવવા આવ્યા હતા.
કોંગ્રેસના મેન્ડેડ પરથી અગાઉ જીતેલા રાજુ પઢિયાર અને અશોક જોષી, કૌશલ જોશી, અમૃત જોશી, ગંગારામભાઈ પટેલ અને કનુભાઈ પટેલએ કોંગ્રેસ પક્ષે ટિકિટ માટે દાવેદારી નોંધાવી ન હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવીએ જણાવ્યું હતુંકે "પાલનપુર નગરપાલિકામાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા તેમજ વોર્ડમાં લોકોના કામ કરી શકે તેવા ઉમેદવારોની પેનલ બનાવી ઉપર મોકલીશું."
ભાજપમાં સંગઠનમાં હોવા છતાં ટિકિટ માગી
નરેશ રાણા,મનોજ રાવલ,શૈલેષ પટેલ,પ્રફુલ્લાબેન પટેલ( ચારેય શહેર ભાજપ ઉપપ્રમુખ),અશ્વિન પ્રજાપતિ(મહામંત્રી યુવા મોરચો શહેર ભાજપ)
નવાનિયમ ક્યાં દાવેદારોની ટિકિટ કાપી શકે?
કમલેશ જોશી (ઉંમરના લીધે)
નાથીબેન પરમાર(ઉંમરના લીધે)
પ્રતાપ જાની(ઉંમરના લીધે)
શાંતિલાલ પઢીયાર ( સતત 3 ટર્મ)
અશોક ઠાકોર( સતત 3 ટર્મ)
અમૃત જોશી( સતત 3 ટર્મ)
જ્યાં કોંગ્રેસ વગર મહેનતે જીતે છે ત્યાં ઉમેદવારોની લાઈન લાગી
વોર્ડ નંબર 4 5 અને 11 માં 15થી20 જેટલા ઉમેદવારોએ ટિકિટ માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. કેટલાક ઉમેદવારોએ પ્રદેશ કક્ષાનું જોર અજમાવાનું પણ શરૂ કરી દીધું છે. આ વોર્ડ કોંગ્રેસના ગઢ ગણાતા હોઈ અહીં ટિકિટ માટે ખેંચતાણ શરૂ થઈ છે.
વોર્ડ નં.10ની સમિતિએ 8 નામોની પેનલ ભાજપને સોંપી
પાલનપુરમાં વોર્ડ નંબર 10 મા સ્થાનિક સોસાયટીઓ દ્વારા ભેગા મળીને બોર્ડ વિકાસ સમિતિ પાછલા 15 વર્ષથી વિકાસ લક્ષી કામોના સૂચન કરે છે ઉપરાંત બોર્ડના ઉમેદવારોની પસંદગી પણ કરે છે અને જીતાડવાની જવાબદારી પણ લે છે આ વખતે 8 નામો ભાજપની બોડીને સોંપવામાં આવ્યા છે.
ભાજપમાં ટિકિટ ન માગનારા
જયંતીભાઈ પઢીયાર,દશરથસિંહ સોલંકી,સરોજબેન મેહુલભાઈ ગઢવી,પરમેશ્વરીબેન ગેહાની
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારો
રાજુ પઢીયાર,અમૃત જોશી ,સાગર પરમાર
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.