તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:દાંતીવાડામાં કોરોનાથી 1 મોત,વધુ 51 કેસ

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જેગોલના વૃદ્ધનું કોરોનાથી મોત થતાં હાહાકાર મચ્યો હતો. - Divya Bhaskar
જેગોલના વૃદ્ધનું કોરોનાથી મોત થતાં હાહાકાર મચ્યો હતો.
  • પાલનપુર 6, વડગામ 2, ડીસા 24, લાખણી 1, ધાનેરા 3, કાંકરેજ 2, દિયોદર 1, થરાદ 7, ભાભર 4, સૂઇગામ 1

બનાસકાંઠા જિલ્લામાં સોમવારે કોરોનાના કેસમાં વધારો નોંધાયો હતો. જ્યાં 51 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે દાંતીવાડાના જેગોલમાં એક દર્દીનું મોત નિપજ્યું હતુ.કોરોનાની એકનું મોત થતાં હાહાકાર મચી ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ 51 કેસ નોંધાયા હતા.

આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનિષ ફેન્સીએ જણાવ્યું હતુ કે, પાલનપુર 6, વડગામ 2, ડીસા 24, લાખણી 1, ધાનેરા 3, કાંકરેજ 2, દિયોદર 1, થરાદ 7, ભાભર 4 અને સૂઇગામ 1 મળી કુલ 51 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં કુલ 1323 લોકોના કોરોના સેમ્પલ લેવાયા હતા. જે પૈકી ગર્વમેન્ટ 53, એન્ટીજન 1270 સેમ્પલોમાં 51 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે દાંતીવાડા તાલુકાના જેગોલના 60 વર્ષિય વૃધ્ધ કોરોના પોઝિટિવ ઉપરાંત માનસિક બીમાર હતા. જેમનું પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન સોમવારે મોત થયું હતુ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser