તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જિલ્લામાં 123 કેસ બાદ 1 મોત,વધુ 7 કેસ, સાત કે પૈકી 5 મહિલા,2 પુરુષ કોરોનામાં સપડાયા

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ભીલડીની મહિલાનું કોરોનાથી મોત છતાં આરોગ્ય વિભાગે કહ્યું નોન કોવિડ ડેથ
 • ત્રણ મહિના અગાઉ નાયબ મામ.નું મોત થયું હતુ.ભીલડીની મહિલા પાલનપુર કોવિડ હોસ્પિટલમાં બાયપેપ પર હતી

જિલ્લામાં એકલા માર્ચ મહિનામાં 123 કેસ બાદ જિલ્લામાં પહેલું મોત શુક્રવારે રાત્રે થયું છે છતાં આરોગ્ય એ પેશન્ટને નોન કોવિડ ડેથમાં ગણ્યું છે. ભીલડીની મહિલા કાન્તાબેન જયંતિભાઈ ઠક્કર પાલનપુર કોવિડ હોસ્પિટલમાં એક સપ્તાહથી બાયપેપ પર હતી, આ અગાઉ છેલ્લે 3 મહિના પહેલા પાલનપુરના નાયબ મામલતદારની કોરોના બાદ મોત થઇ હતી. જ્યારે શનિવારે વધુ 7 સંક્રમિતમાં પાલનપુરમાં 4, દાંતા 2 અને થરાદમાં 1કેસ નોંધાયો છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો ડેથ રેટ ઓછો હોવા છતાં 3 મહિના બાદ ભીલડીની 55 વર્ષીય મહિલાનું મોત નિપજયું છે. મહિલા પાલનપુર કોવિડ હોસ્પિટલમાં સપ્તાહથી બાયપેપ પર હતી, સંક્રમિત મહિલા કાન્તાબેન જયંતિભાઈ ઠક્કરનો પાલનપુર મેડિકલ કોલેજમાં 21 માર્ચે રીપોર્ટ કરાયો હતો. જેઓનો રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને દાખલ કરાયા હતા જેઓની સારવાર દરમિયાન શુક્રવારે રાત્રે પાલનપુર મેડિકલ કોલેજમા મોત થયું છે. અંતિમ ક્રિયા સિધ્ધપુર ખાતે કરવામાં આવી હતી.

જિલ્લામાં વધુ નવા 7 સંક્રમિત થયા છે. જેમાં પાલનપુરમાં સંક્રમણ વકરતા વધુ 4 નવા કેસ, દાંતામાં 2 કેસ જ્યારે થરાદમાં 1 જણ સંક્રમિત થઇ છે. આશ્ચર્યની વાત એ છેકે સંકર્મીતોમાં 7 પૈકી 5 મહિલા જ્યારે 2 પુરુષનો સમાવેશ થાય છે. કોરોના સંક્રમિતમાં 30થી 45 વર્ષની 5 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે 21થી 27 વર્ષના 2 પુરુષનો સમાવેશ થાય છે.

કોરોના સંક્રમિતો
મહિલા (ઉં.વ.30), થરાદ
મહિલા (ઉં.વ.40), દાંતા
મહિલા (ઉં.વ.40), દાંતા
મહિલા (ઉં.વ34), પાલનપુર
પુરુષ (ઉં.વ.21), પાલનપુર
પુરુષ (ઉં.વ.27), પાલનપુર
મહિલા (ઉં.વ.45), પાલનપુ

પેશન્ટ ડાયાબેટીક હતું: આરોગ્ય વિભાગ
ભીલડીના પેશન્ટને તાવ શરદી ખાંસીના લક્ષણો બાદ કોવિડ પોઝિટિવ હતું. જોકે ડાયાબિટીસ હોવાના લીધે પેશન્ટને કાર્ડિઓ રેસ્ટ્રી એટકના લીધે સેપ્ટિકમાં જતું રહ્યું હતુ અને ડેથ થયું એટલે તેને કોવિડમાં ડેથ ન ગણવી જોઈએ."

જમિયત ઉલેમાના પ્રમુખનું મુસ્લિમોને રસી લેવા આહ્વાન
બનાસકાંઠા જિલ્લાના જમિયત ઉલેમાના પ્રમુખ મૌલાના અબ્દુલ કુદુષ નદવીએ પાલનપુર શહેરના તમામ મુસ્લિમ બિરાદરોને કોવિડ વેકસીન લેવા માટે વીડિયો જારી કર્યો છે. અને સરકાર દ્વારા જે વયમર્યાદામાં વેક્સિનેશન લેવાનું કહ્યું છે તેમણે વીડિયોમાં રસી માટે લોકોને માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લામાં માર્ચ મહિનાના ચોથા સપ્તાહમાં જ કોરોનાના 69 કેસ આવી ગયા
પહેલા સપ્તાહમાં 12, બીજા સપ્તાહમાં 17, ત્રીજા સપ્તાહમાં 27 અને હાલમાં ચાલુ ચોથા સપ્તાહમાં 69 કેસ આવી ગયા. આમ 27 દિવસમાં જિલ્લામાં 123 કેસો બાદ પહેલું મોત થતા આરોગ્ય વિભાગ પણ ચિંતિત બન્યું છે.

મહેસાણાના હેડુવા હનુમંત ગામના સરપંચનું કોરોનાથી મોત નીપજ્યું
​​​​​​​મહેસાણા| મહેસાણા જિલ્લામાં શનિવારે કોરોના વિસ્ફોટ થયો હતો. જેમાં 1 ના મોત સાથે નવા 43 કોરોનાના કેસ નોંધાયા હતા. છેલ્લા 115 દિવસમાં સંક્રમણનો આ આંકડો સૌથી મોટો રહ્યો હતો. બીજી બાજુ 10 દર્દીઓ સાજા થતાં તેમને રજા અપાઇ હતી. આ સાથે જિલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા 213 એ પહોંચી છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા મહેસાણા તાલુકાના હેડુવા હનુમંત ગામના સરપંચ સંજયભાઇ પરમારનું શનિવારે મોત નિપજ્યું હતું.આ સાથે મહેસાણા જિલ્લામાં કોરોનાથી મોતનો આંકડો 39 એ પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો