ભીતિ:લાખણી પંથકમાં દાડમના વાવેતરમાં 3 રોગ દેખાતાં ખેડૂતો ચિંતિત

લાખણીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાખણી પંથકમાં દાડમના નાના-નાના ફળમાં ફાયટોપથોરા, ટપકી તેમજ પ્લગ જેવા રોગો આવતાં ખેડૂતોને ચિંતા સતાવી રહી છે - Divya Bhaskar
લાખણી પંથકમાં દાડમના નાના-નાના ફળમાં ફાયટોપથોરા, ટપકી તેમજ પ્લગ જેવા રોગો આવતાં ખેડૂતોને ચિંતા સતાવી રહી છે
  • દાડમ પાકમાં પ્લગ, ફાયટોપથોરા તેમજ ટપકી રોગ દેખાતાં નુકસાનનો ભય

પંથકમાં ખેતીનો મુખ્ય પાક તેમજ ખેડૂતોનો આધાર સ્તંભ બનેલ દાડમની ખેતીમાં ચાલુ વર્ષે સતત વરસાદ તેમજ ભેજવાળા વાતાવરણના લીધે દાડમના ફળ બેસવાના સમયગાળામાં જ નાના-નાના ફળમાં ફાયટોપથોરા, ટપકી તેમજ પ્લગ જેવા રોગો આવતાં ખેડૂતોને આ વર્ષે પણ આર્થિક નુકસાન જવાની ચિંતા સતાવી રહી છે.

બનાસકાંઠા જિલ્લાના લાખણી પંથકમાં લગભગ 70 ટકા વિસ્તારમાં દાડમની ખેતી થતી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દાડમમાં રોગચાળો તેમજ ઓછા ભાવના લીધે ઘણા ખેડૂતોએ દાડમ કાઢી નાખી છે. તેમાં પણ આ વર્ષે સારું ઉત્પાદન મળશેની આશાએ જે ખેડૂતોએ દાડમ રાખી હતી તેઓને આ વર્ષે પણ સતત વરસાદ તેમજ ભેજવાળા વાતાવરણના લીધે દાડમના ઉત્પાદન ઉપર માઠી અસર પડવાની શક્યતા દેખાઈ રહી છે.

જેમાં છેલ્લા કેટલાક દિવસોથી દાડમના છોડ ઉપર બેઠેલા નાનાં-નાનાં ફળોમાં ફાયટોપથોરા, ટપકી તેમજ પ્લગ જેવા રોગોના લીધે ખરાબ થવા લાગતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તેમજ હજુ પણ જો ત્રણથી ચાર દિવસ વરસાદી વાતાવરણ રહેશે તો દાડમમાં ફુગજન્ય રોગોની અસર વધુ વિકટ બનશે. જેથી ખેડૂતોને ઉત્પાદનમાં ભારે નુક્સાન જવાની ચિંતા સતાવી રહી છે. જેથી સરકાર દ્વારા બાગાયતી ખેતીમાં ખેડૂતો માટે સહાયનું અલગ પેકેજ જાહેર કરે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...