આવેદનપત્ર:રજાના દિવસે રસીકરણની કામગીરી બંધ રાખવા કાંકરેજના આરોગ્ય કર્મીઓની THOને રજૂઆત

કાંકરેજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાંકરેજના આરોગ્ય કર્મચારીઓએ તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર પાઠવી જાહેર રજા તેમજ રવિવારના દિવસે કોરોના રસીકરણ કામગીરીનું આયોજન ન કરવા તેમજ જાહેર રજા અને રવિવારની રજાનો પગાર ચૂકવવાની માંગ કરી હતી. સતત બે વર્ષથી એકધારી નોકરીથી પારિવારિક સમસ્યાઓ સર્જાતા આરોગ્ય ઉપર અસરો વર્તાય છે, વળી તાલુકાની પ્રથમ ડોઝની 98 ટકા કામગીરી તેમજ તાલુકાના કેટલાક ગામોની 100 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે અને હાલની પરિસ્થિતિ જોતા કોરોનાનુ સંક્રમણ 100 ટકા કાબુમાં છે.

કોરોના દરમિયાન જાહેર રજાઓમાં કરેલ કામ બદલ રોકડ પગાર અથવા વળતર રજાની માંગ કરી હતી. કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકો મરી રહ્યા હતા ત્યારે કાંકરેજ તાલુકાના આરોગ્ય કર્મીઓને રજાના પગાર ઉપરાંત કોરોના વોરિયર્સના પ્રમાણપત્રો તેમજ પુરસ્કાર આપવા જરૂરી છે. સન્માનની જગ્યાએ આરોગ્ય કર્મીઓએ જાહેર રજા દરમિયાન કરેલા ામોના વળતર આપવામાં પણ ગલ્લા તલ્લા થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...