અકસ્માત:કાંકરેજના ઉંબરી નજીક રોડ ક્રોસ કરતાં ઇકોની ટક્કર આધેડનું મોત

બુકોલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સર્જી ચાલક ઇકો મૂકી ફરાર થઇ ગયો

કાંકરેજ તાલુકાના ઉંબરી નજીક રોડ ક્રોસ કરવા જતાં રાહદારીને ઇકોના ચાલકે ટક્કર મારતાં મોત નિપજ્યું હતું.ચાલક ટક્કર મારી ઇકો મૂકી ફરાર થઇ ગયો હતો. ઉંબરી ગામના રજુભા કેશુજી વાઘેલા બુધવારે રાત્રે ઉંબરી બનાસ મિનરલ વોટર આગળ રસ્તો ક્રોસ કરવા જતા હતા. ત્યારે ઈકો (જીજે-08-બીબી-1300)ના ચાલકે રજુભાને ટક્કર મારતાં ઈજા ગંભીર પહોંચી હતી.

ચાલક ટક્કર મારી ઇકો મૂકી ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત રજુભાને 108 દ્વારા શિહોરી રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતાં ફરજ પરના ડો.પૃથ્વીબેન જોશીએ મોત નીપજ્યાનું જાહેર કહ્યું હતું. હોસ્પિટલમાં લાશનું પીએમ કરી લાશ સોંપી હતી.મૃતકના મોટાભાઇ દલપતસિંહ કેશુજી વાઘેલાએ શિહોરી પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે આવી ઈકો કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...