તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:કાંકરેજના ઉંબરી ગામે દોઢ વર્ષથી આંગણવાડી જર્જરિત હાલતમાં

બુકોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓસરીનો ભાગ એક થાંભલા પર લટકતાં અકસ્માતની દહેશત

કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે છેલ્લા દોઢેક વર્ષથી આંગણવાડી જર્જરીત હાલતમાં છે. આ આંગણવાડી તાત્કાલિક ઉતારવામાં નહિ આવે તો બાળકો ઉપર ભયનો ખતરો મંડરાયેલો રહેશે.ઉંબરી ગામે આવેલ આંગણવાડી નંબર-4 છેલ્લા લગભગ દોઢેક વર્ષથી જર્જરીત હાલતમાં છે. જેમાં ઓસરીનો ભાગ એક થાંભલા પર લટકી રહ્યો છે અને આંગણવાડી કાર્યકરને પૂછતાં તેને જણાવ્યું હતું કે ‘અમે તાલુકામાં લેખીતમાં રજુઆત કરેલ છે.

આ આંગણવાડી છેલ્લા દોઢેક વર્ષથી એજ હાલતમાં છે અને જો આ આંગણવાડી ઉતારવામાં નહિ આવે તો બાળકો ઉપર ભયનો ખતરો છે.’ ત્યાંના સ્થાનિક રહેવાસી કનુભા ખેમસિંગ વાઘેલા જણાવ્યું હતું કે ‘મેં પણ આંગણવાડી માટે આઈસીડીએસ વિભાગ શિહોરીમાં લેખિતમાં રજુઆત કરી છે અને સુપરવાઈઝરને પણ રૂબરૂ કહેલ છે કે આ એક થાંભલા આસરી લટકી રહી છે તો તેને આગળ રજુઆત કરો અને આ કોઇનો ભોગ લેવાશે તો તેનો જવાબદાર કોણ રહેશે.’

અન્ય સમાચારો પણ છે...