તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ધાનેરામાં ભારે વાહનોના પ્રતિબંધિત વિસ્તારમાં ડમ્પરની ટક્કરે મહિલાનું મોત

ધાનેરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે વાહનો માટે ડાયવર્ઝન આપ્યું હોવા છતાં સામરવાડાથી સોતવાડા થઇ ધાનેરા પ્રવેશે છે

ધાનેરા શહેરમાં મોટા વાહનો ઉપર પ્રવેશબંધી હોવા છતાં બેફામ મોટા ટ્રકો અને ડમ્પરો દોડતા હોવાથી અવારનવાર લોકોને અડફેટે લેતા હોય છે.જ્યાં મંગળવારે ડમ્પરની ટક્કરે મહિલાનું મોત નિપજ્યું હતુ.

ધાનેરાના રેલ્વે પુલની કામગીરી ચાલુ હોવાના કારણે મોટા અને ભારે વાહનોને ડાયવર્ઝન સામરવાડાથી સોતવાડા થઇ માલોત્રા તરફ આપેલ છે. પરંતુ માલવાહક ટ્રકો અને ડમ્પરો તે રસ્તે જવાના બદલે તે સામરવાડાથી સોતવાડા થઇ બારોબાર ધાનેરા શહેરની મધ્ય ભાગેથી પસાર થવાના કારણે અનેકવાર અકસ્માતો સર્જાય છે. જ્યાં મંગળવારે ડમ્પરની ટક્કરે રાધનપુરના દાડમબેન જેસાભાઇ ફુલવાદી (ઉ.વ. 55)ને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષ અગાઉ ડી.બી. પારેખ સ્કુલ પાસે એક ડમ્પરે શાળાના વિધાર્થીને સાઇકલ સાથે ટાયરમાં લેતા તેના પગ કાપવા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...