ફરિયાદ:પરિણીતાને ચાર દીકરીઓ જન્મ્યા પછી નસબંધી કરાવી, પતિએ પુત્રની ઘેલછા રાખી ત્રાસ ગુજાર્યો

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધાનેરાના જાડી ગામમાં પત્ની ઉપર વ્હેમ કરી મારમારી ઘરમાંથી હાંકી કાઢી

ધાનેરા તાલુકાના જાડી ગામે એક પરિણીતાને લગ્ન જીવનના બાર વર્ષના સમયગાળામાં ચાર દીકરીઓ જન્મી હતી. જે પૈકી ત્રણ દીકરીઓ ઓપરેશન કરી લીધી હોવાથી પાંચમું સંતાન થાય તો જીવનું જોખમ હોવાથી નસબંધીનું ઓપરેશન કરાવ્યું હતુ. જોકે, તેના પતિએ પુત્ર થયો નથી તેમ કહી શારિરીક માનસિક ત્રાસ ગુજાર્યો હતો. તેમજ ખોટો વ્હેમ રાખી તેણીને મારમારી ઘરમાંથી હાંકી કાઢી હતી. આ અંગે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ધાનેરા તાલુકાના હડતા ગામના પવનબેનના લગ્ન ધાનેરા તાલુકાના જાડી ગામે ભેરાભાઇ ભગવાનભાઇ ગોહિલ સાથે 12 વર્ષ અગાઉ થયા હતા. જેમના લગ્ન જીવનમાં ચાર પુત્રીઓ જન્મી હતી. જે પૈકી ત્રણ પુત્રીની પ્રસૂતિ ઓપરેશન કરીને કરાવી હતી. જોકે, તે પછી બાળક આવશે તો જાનનું જોખમ હોવાનુ તબીબે કહેતા પતિએ તેણીનું નસબંધીનું ઓપરેશન કરાવ્યું હતુ. જોકે, પતિ દારૂ પી તને સંતાન થશે નહી મારે દિકરાની જરૂર છે તેમ કહી મારઝુડ કરતો હતો. દરમિયાન રવિવારે તે ગામમાં ઘંટીએ બાજરી દળાવવા ગઇ હતી. ત્યારે તેના પતિએ વ્હેમ કરી ધોકાથી મારમારતાં ફ્રેકચર થયું હતુ. તેણીને ઘરમાંથી હાંકી કાઢી હતી. આ અંગે તેણીએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેના પતિ સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...