તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ધાનેરામાં CNG પંપના કર્મચારી પર હુમલો કરનારા સગીર સહિત બે ઝબ્બે

ધાનેરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેસ ભરવા બાબતે મારમારી કરતાં મેનેજરે અરજી આપી હતી

ધાનેરા શહેરમાં શુક્રવારે મોડી સાંજે ગુરુકૃપા સીએનજી પંપ પણ ત્રણ તત્વોએ ગેસ ભરવા બાબતે ધમાલ કરી હતી. ધાનેરા પોલીસે પંપ ઉપર પહોંચી તપાસ કરીને બે શખસોને ઝડપી પાડ્યા હતા અને જેલના હવાલે કર્યા હતા. શુક્રવારે સાંજે ગુરુકૃપા સીએનજી પંપ પર સીએનજી ગેસ ભરાવવા માટે વાહનોની લાંબી કતારો લાગી હતી.

દરમિયાન એક રિક્ષા ચાલક સીધો જ સીએનજી ભરાવવા માટે પંપ પાસે પહોંચી ગયો હતો. જેથી કર્મચારીએ તેને પણ લાઈનમાં ઉભા રહેવા માટે જણાવતા બંને વચ્ચે રકઝક થઈ હતી. જેથી ઉશ્કેરાયેલા રિક્ષા ચાલક સહિત બે શખ્સોએ સીએનજી પંપના કર્મચારી સાથે બોલાચાલી કરી બાદમાં ઓફિસમાં જઇ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. અને પંપના કર્મચારીને માર માર્યો હતો.

આ ઘટનાને લઇ ધાનેરા પી.આઇ. બી.વી.પટેલે તાત્કાલિક પોલીસની ટીમને પંપ ઉપર મોકલી હતી અને સી.સી.ટીવી ફૂટેજના આધારે ત્રણે શખસોના નામ જાણી લીધા હતા અને પંપ મેનેજરે પોલીસને અરજી આપતા પોલીસે દશરથભાઇ ઇશ્વરભાઇ લુંહાર (રહે.શેરપુરા વિસ્તાર,ધાનેરા) તથા એ સગીરને તાત્કાલીક પકડી લીધા હતા અને જેલના હવાલે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...