ધાનેરા પોલીસે નેનાવા ચેક પોસ્ટ પરથી દારૂ ભરેલ કાર સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે 6 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ધાનેરા પોલીસે ગુરૂવારે નેનાવા ચેકપોસ્ટ પરથી દારૂ ભરી પસાર થઇ રહેલી કાર નંબર જીજે-11-એબી-5411ને રોકાવી તેની તલાસી લેતા કારમાંથી દારૂની 146 બોટલ કિંમત રૂ.1,62,060 મળી આવતા પોલીસે દારૂ સહીત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.6,77,560ના મુદ્દામાલ સાથે ભાવાભાઇ લાખાભાઇ રબારી અને મોનાભાઇ હાથીભાઇ રબારીને ઝડપી પાડ્યા હતા. અને દારૂની ખેપમા સંડોવાયેલા ઉગમસીહ ઉર્ફે કાક સોઢા, ઉકાભાઇ હરજીભાઇ રાજપુત અને અરવિંદભાઇ મોહનભાઇ સાગપરીયા સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.