તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ફતેપુરા પાસે બે બાઇક ટકરાયા,પટકાયેલા બાઈક ચાલકને વાહને કચડી નાખતાં મોત

ધાનેરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • અકસ્માત સર્જનાર બાઇકચાલક પાસેથી દેશી દારૂનું પોટલું મળ્યું

ધાનેરાના ફતેપુરા પાસે શુક્રવારની રાત્રે બે બાઇક સામસામે ટકરાતાં અકસ્માત થવા પામ્યો હતો. જેમાં એક બાઇક સવાર નીચે પડી જતાં તેના ઉપર પાછળ આવતું વાહન ચાલી જતાં યુવક ઘટના સ્થળે મોતને ભેટ્યો હતો. જ્યારે બીજા બાઇક ચાલક પાસેથી દેશી દારૂ ભરેલ એક કટ્ટુ મળી આવ્યું હતું. સોતવાડા ગામના દિપકભાઇ હિરાભાઇ લુહાર ધાનેરા વીજ કંપનીમાં લેબર તરીકે પ્રાઇવેટમાં કામ કરતા હતા. અને તેઓ રોજીંદા ક્રમ મુજબ પોતાનું કામ પતાવીને પોતાના બાઇક નંબર જીજે-08-એકે-4587 ઉપર પોતાના ગામ તરફ જઇ રહ્યા હતા.

ત્યારે ફતેપુરા ગામ પાસે સામે આવી રહેલા બાઇક નંબર જીજે-05-એસએમ-2173 ના ચાલકએ પૂરઝડપે દિપકભાઇના બાઇકને ટક્કર મારતાં દિપકભાઇ રસ્તા ઉપર પટકાયા હતા. ત્યારે પાછળ આવતા મોટા વાહનના ટાયર નીચે આવી જતાં તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા અને મૃતકને ધાનેરા રેફરલ હોસ્પીટલ ખાતે લાવ્યા હતા. ત્યારે બીજી તરફ અકસ્માત બાઇકની તપાસ કરતાં આ બાઇક પાસે એક પ્લાસ્ટીકનું કટ્ટુ પડ્યું હતું અને પોલીસે તેમાં જોતા દેશી દારૂની 38 થેલીઓ મળી આવી હતી. જેથી ધાનેરા પોલીસે જીજે-05-એસએમ-2173 નંબરના બાઇકના માલિક સામે અકસ્માત તેમજ દારૂનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો