બનાસકાંઠા એલસીબીની કામગીરી:ધાનેરા પાસેથી ચોરીના બે આરોપીઓ રૂ.2.26 લાખના મુદ્દામાલ સાથે ઝબ્બે

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એલસીબીએ ચોરીના બે આરોપીઓને ઝડપી લીધા હતા. - Divya Bhaskar
એલસીબીએ ચોરીના બે આરોપીઓને ઝડપી લીધા હતા.
  • એલસીબીએ બંને આરોપીઓ પાસેથી રોકડ, મોબાઇલ અને જીપ જપ્ત કરી

બનાસકાંઠા એલસીબીની ટીમે શુક્રવારે ધાનેરા વિસ્તારમાંથી રોકડ, મોબાઇલ અને ચોરીની જીપ સાથે બે શખસોને ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી કુલ રૂ.2.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જીલ્લામાં ચોરીના આરોપીઓને શોધવા માટે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એચ.પી.પરમારના માર્ગદર્શન મુજબ સ્ટાફ શુક્રવારે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળતા તેઓએ ધાનેરા સરાલ ત્રણ રસ્તા પાસેથી એક કમાન્ડર જીપ ગાડી નંબર જીજે-02-સીજી-4953 ના ચાલક દેવાભાઈ છગનભાઈ માજીરાણા (રહે.સરાલ વીડ,ધાનેરા) ને ઉભો રાખી પુછપરછ કરતાં તે ગલ્લા તલ્લા કરતાં તેને પકડી પાડી ઉલટ તપાસ કરતાં તેણે પાંથાવાડા ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. અને તેની સાથે સુરેશભાઈ બાલુભાઈ (રહે.અમદાવાદ, પાલડી પીટી કોલેજ રોડ, એપાર્ટમેન્ટ-અમદાવાદ) ભેગા મળી ચોરી કરી હોવાનું જણાવતા સુરેશભાઇને દિયોદરથી પકડી પાડ્યા હતા.

તેઓની પાસેથી રોકડ રૂપિયા 21000, મોબાઇલ નંગ-1 રૂ.5000, જીપની રૂ.2,00,000 મળી કુલ રૂ.2,26,000 નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો અને પોલીસે આ બન્ને આરોપીઓને પકડીને ધાનેરા જેલના હવાલે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...