તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ધાનેરા તાલુકાના બે ગામોમાંથી દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

ધાનેરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

લવારા ગામે એલસીબીની ટીમના માણસોને બાતમીના આધારે પ્રા.શાળા પાસે વોચમાં હતા. ત્યારે દારુ મંગાવવાનું છટકું ગોઠવી એક શખસ દ્વારા દારૂ મંગાવતા જીજે-09-બીબી-0989 સ્વીફટ કાર આવી અને ઉભી રહી હતી. જેથી પોલીસે કારને કોર્ડન કરતા તેમાંથી વિદેશી દારૂની 73 બોટલો મળી આવતા કારના ચાલક ઇન્દ્રસિંહ વિરસિંહ વાઘેલા (રહે.લવારા)ને પકડી ધાનેરા લાવી દારૂની બોટલ નંગ-73 રૂ.5886, સ્વિફટ કારની કિંમત રૂ.2,00,000 કુલ મળી રૂ.2,05,886 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

આલવાડા ત્રણ રસ્તા પાસે ધાનેરા પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા. ત્યારે રાજસ્થાન તરફથી આવતી રિક્ષા નંબર જીજે-01-ટીએફ-3605 ને ઉભી રખાવી તપાસ કરતાં તેમાંથી દારૂની 18 બોટલો મળી આવતા પોલીસે વિપુલ હરગોવન સોલંકી (રહે.વણકરવાસ, બ્રાહ્મણવાડા,તા.ચાણસ્મા) તથા મહેન્દ્ર દાનાભાઇ વણકર (રહે.ખારાધરવા, તા.ચાણસ્મા)ને પકડી દારૂની બોટલ નંગ-18 કિંમત રૂ.1800 તથા રિક્ષાની કિંમત રૂ.40,000 આમ કુલ મળી રૂ.41,800 નો મુદ્દામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો