તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં જાગૃતિ:ધાનેરાના અનાપુરગઢમાં જાગૃતિના પગલે કોરોનાનો એકપણ કેસ નથી

ધાનેરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દૂધ ડેરી ઉપર તમામ લોકોને કોરોના બાબતે સતેજ કરાતા
  • આગેવાનો દ્વારા સોશિયલ ડિસ્ટન્સની સમજણ કામ આવી

સમગ્ર ભારતમાં બીજી લહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો અને ધાનેરામાં પણ મોટા પ્રમાણમાં લોકોના કોરોનાથી મોત થયા હતા. ત્યારે ધાનેરાનું એકમાત્ર ગામ એવું હતું જેમાં આ દોઢ મહિનામાં કોરોનાનો એક પણ કેસ આવ્યો નથી તેવું તાલુકા પંચાયતના પ્રમુખે જણાવ્યું હતું.

કોરોનાની બીજી લહેરમાં ધાનેરા તાલુકાના તમામ ગામડાઓમાં કોરોનાના લીધે 5 થી વધારે લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે ધાનેરા તાલુકાના અનાપુરગઢ ગામમાં જ્યાં કોરોનાના કેસ જોવા મળ્યા નથી. આ ગામમાં લોકોએ પોતાની સ્વેચ્છાએ સોશિયલ ડિસ્ટન્સ તેમજ ભેગા થવા ઉપર પ્રતિબંધ લગાવેલ અને દૂધ ડેરી ઉપર તમામ લોકોને આ બાબતે સતેજ કરવામાં આવતા હતા. જેથી આ ગામમાં એક પણ કોરોનાનો કેસ આવ્યો નથી કે એકપણ વ્યક્તિ કોરોનાના કારણે મોતને પણ ભેટ્યો નથી.

આ ગામના અગ્રણી અને ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ સોનાભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘અમારા ગામમાં દોઢ મહિનામાં માત્ર ત્રણ મોત થયા છે તે પણ ઉંમર વધુ હોવાના કારણે થયા છે. કોરોનાનો એક પણ કેસ આવેલ નથી. અને લોકો હજુ પણ પોતાની અને પોતાના ઘરના લોકોની કાળજી રાખે તે જરૂરી છે. તાલુકાના તમામ ગામડાઓમાં લગ્ન અને મોત પ્રસંગે લોકો વધુ પ્રમાણમાં ભેગા ન થાય અને કાળજી લે તે જરૂરી છે.’

અન્ય સમાચારો પણ છે...