અટકાયત:ધરણોધર ગામમાં મોબાઇલની દુકાનમાં ચોરી કરનાર ઝડપાયો

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે રાત્રે તસ્કરોએ રૂ.9900ની ચોરી કરી હતી

ધાનેરાના ધરણોધર ગામે મોબાઇલની દુકાનમાં 14 એપ્રિલની રાત્રે રૂ. 9900 ની કિંમતના મોબાઇલ અને એસેસરીઝ ચોરી કરી શખ્સ નાસી ગયો હતો. જે અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના દિવસોમાં ચોરને ઝડપી મુદ્દામાલ કબજે કર્યો હતો.

ધરણોધર ગામે રહેતા દીનેશભાઇ મંછાજી પુરોહીત ધરણોધર ગામમાં રામદેવ ટેલીકોમ નામની મોબાઇલની દુકાન ચલાવી વેપાર કરે છે. ત્યારે તા.14 એપ્રિલના રાત્રીના સમયે તે દુકાનનું લોક તોડી અંદરથી મોબાઇલ તથા એસેસરીઝ કિંમત રૂ.9900 ની કોઇ અજાણ્યો શખસ ચોરી કરી ફરાર થઇ ગયો હતો. જે અંગે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી.

જેથી પી.આઈ. બી.વી.પટેલને બાતમી મળી કે ધરણોધર ગામનો માંનાભાઇ સવાભાઇ માજીરાણાએ ચોરી કરી હોવાની શંકા હોઇ તેઓએ શનિવારે વહેલી સવારના સુમારે પોલીસની ટીમને ધરણોધર ગામે મોકલી માંનાભાઇને ઘરેથી પકડી પાડી અને ઉલટ તપાસ કરતા તેણે જણાવ્યું હતું કે આ ચોરી મુદ્દામાલ ઘરની પાછળના ભાગે આવેલ બાવળના નીચે સંતાડેલ છે. જેથી પોલીસે રૂ.9900 ની કીંમતનો તમામ મુદ્દામાલ રીકવર કર્યો હતો અને માંનાભાઇ સવાભાઇ માજીરાણાની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...