તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભ્રષ્ટાચાર:તત્કાલિન CDHO દ્વારા ત્રણ ઘણા ભાવે UPS ખરીદી રૂ. 13.50 લાખનું કૌભાંડ

ધાનેરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક પણ તાલુકાના પ્રા.આરોગ્ય કેન્દ્રમાં જરૂરીયાત ન હોવા છતાં ખરીદી કરાઇ
  • 13 તાલુકા આરોગ્ય કચેરીઓના નામે એક જ દિવસમાં 33 UPS ખરીદાયા

જીલ્લામાં આરોગ્ય વિભાગમાં ડો. મનિષ ફેન્સી દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવી રહ્યું છે. ત્યારે માત્ર એક જ દિવસમાં 13 તાલુકાઓની પોતે 33 અનબ્રાન્ડેડ UPS ની ઉંચા ભાવે ખરીદી કરીને રૂપિયા 13.50 લાખનું કૌભાંડ કર્યું હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. 13 તાલુકાઓ માટે UPS ની ખરીદી કરવામાં આવી હતી અને તે પણ ત્રણ ઘણા ભાવે એટલે કે રૂપિયા 57,600 ના ભાવે 33 UPS ખરીદવામાં આવ્યા હતા અને તે પણ અનબ્રાન્ડેડ હતા. તેની સામે બ્રાન્ડેડની કિંમત બજારમાં 20 હજાર ચાલે છે ત્યારે આટલા ઉંચા ભાવે માત્ર હિંમતનગરના તેમના મળતિયાઓ પાસેથી કેમ કરવામાં આવી તે બાબતે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.

આ UPS રૂપિયા 57,600 ના ભાવે 33 ખરીદવામાં આવતા તેની રકમ રુ.19,00,800 થાય છે. જ્યારે આ જે ખરીદવામાં આવેલ છે તે V GUARD VT 170, 160 Ah, Tubular Battery તથા V Guard Inverter Prime 1450 ની બજાર કિંમત રૂ.16,800 છે. જેથી 33 ની કિંમત રુ.5,54,400 થાય છે. પરંતુ ડૉ. ફેન્સી દ્વારા ઉંચા ભાવે ખરીદી રૂ.13,46,400 રુ.નો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવી રહ્યું છે.

આ UPS માટે કોઇએ માગણી કરેલી નથી
દરેક તાલુકાના આરોગ્ય અધિકારીએ જણાવેલ કે ડૉ.મનિષ ફેન્સી દ્વારા તમામ પાસેથી ફરજીયાત ID-PASSWORD લેવામાં આવ્યા હતા અને પોતાની મરજી મુજબ જ આ ખરીદી કરવામાં આવેલ છે અમોએ કોઇ પણ તાલુકામાં UPS ની માંગણી કરવામાં આવી ન હતી. પરંતુ ઉપરથી જ આ ખરીદી કરીને પ્રા.આરોગ્ય કેન્દ્રના નામ સાથે અમને મોકલી દેવામાં આવ્યા હતા અને આ ખરીદી બજાર કિંમત કરતાં ત્રણ ઘણા ભાવે કરવામાં આવી હતી. અમોએ આ બાબતે વિરોધ પણ કર્યો હતો પરંતુ અમારો અવાજ દબાવી દેવામાં આવતો હતો. - તાલુકા આરોગ્ય અધિકારીઓ

ક્યા તાલુકામાં કેટલા UPS ખરીદાયા
વાવ-01,દાંતિવાડા-01, ધાનેરા- 02, થરાદ-05, ભાભર-02, પાલનપુર-03, કાંકરેજ-04, ડીસા-02, લાખણી-03, દાંતા-04, દિયોદર-02, વડગામ-03, અમીરગઢ-01 મળી ટોટલ 33 UPS ખરીદાયા છે. અને તે પણ ડૉ. મનીષ ફેન્સીએ પોતાના અંગત એવા આદ્યશક્તિ એન્ટરપ્રાઇઝ, હિંમતનગર ખાતે થી.

અન્ય સમાચારો પણ છે...