તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધુ એક ભ્રષ્ટ્રાચાર:તત્કાલિન CDHO એ બદલીના 3 દી'માં એક કરોડની ખરીદી કરી

ધાનેરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનિષ ફેન્સીએ રૂ.48.65 લાખના ખર્ચે જિલ્લામાં હોર્ડિંગ્સ ઉભા કરી દીધા
  • આશાવર્કરો માટે ડબલ ભાવે ખરીદવામાં આવી એકજ દિવસે 3000 બેગ

બનાસકાંઠા જિલ્લાના તત્કાલિન જીલ્લા આરોગ્ય અધિકારી મનિષ ફેન્સીએ બદલી થયા પછી પણ મોટા પ્રમાણમાં ખરીદી કરીને સરકારી ગ્રાન્ટના સુપડા સાફ કરી ગયા હતા. માત્ર ત્રણ દિવસમાં 107 લાખની ખરીદી કરવામાં આવી હતી. જેમાં માત્ર હોર્ડીંગ્સ, બેગ તેમજ ગ્લોઝની ખરીદી કરવામાં આવી હતી અને તેમાં પણ ઉંચા ભાવે ખરીદી કરવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લાના તત્કાલિન જીલ્લા આરોગ્ય અધિકારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થવા પામ્યા હતા અને તે બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવતા સરકાર દ્વારા આ ભ્રષ્ટ અધિકારી સામે ખાતાકિય તપાસના આદેશ આપવામાં આવતા બનાસકાંઠા જીલ્લાના આરોગ્ય વિભાગમાં ભારે હડકંપ જોવા મળી રહ્યો છે. તમામ તાલુકાના આરોગ્ય અધિકારીઓ પણ પોતાના બચાવ માટે હવાતિયા મારતા જોવા મળી રહ્યા છે.

ડો.મનિષ ફેન્સીની બદલી 20 જાન્યુઆરીના રોજ થવા પામી હતી અને તેઓએ જતાં જતાં માત્ર ત્રણ દિવસમાં બે પાર્ટીઓ પાસેથી એક કરોડથી વધારેની ખરીદી તમામ તાલુકાના આરોગ્ય અધિકારીઓના ID-PASSWORD થી કરવામાં આવી હતી. અને તે પણ ડબલ ભાવે ખરીદી કરવામાં આવી હોવાના સમાચાર મળી આવ્યા છે. આ બાબતે પણ ખાસ તપાસ હાથ ધરવામાં આવેલ છે. તેમજ આ ખરીદી કોરોના ન હોવા છતાં પણ આટલા મોટા પ્રમાણમાં કેમ કરવામાં આવી તે બાબતે પણ સવાલ ઉભા થવા પામ્યા છે.

અમે કોઇ આ ખરીદી કરેલ નથી :
જે ખરીદીઓ કરવામાં આવેલ છે તે અમારા ID-PASSWORD થી જીલ્લામાં બેઠા બેઠા તત્કાલિન જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવેલ છે અને અમને બીલ પાસ કરવા માટે ખાસ હુકમ કરવામાં આવતા હતા અને ધમકીઓ આપવામાં આવતી હોવાથી અમે આ બીલો પાસ કર્યા છે. જો આ ખરીદી બાબતે તટસ્થ તપાસ થાય અને IP એડ્રેસ ચેક કરવામાં આવે તો જ સાચી ખબર પડશે કે કોણે ખરીદી કરી છે અને ફસાવાના દિવસો અમારે આવ્યા છે.’

તાલુકા આરોગ્ય અધિકારીઓ બીલોના ચુકવણા થયા પછી તમામ સામાન આવતો હતો ડૉ. મનિષ ફેન્સી દ્વારા જે પણ ખરીદી કરવામાં આવેલ તે ખરીદી માત્ર તેમના બે-ત્રણ ખાસ માણસો પાસેથી જ કરવામાં આવેલ છે અને આ ખરીદીમાં પહેલા બીલો આવતા હતા. બીલોનું ચુકવણું કર્યા પછી જ આ સામાન ત્યાંથી રવાના કરવામાં આવતો હતો અને તમામ પાસેથી સામાન મળ્યાની એડવાન્સમાં પહોંચ લેવામાં આવતી હતી. આ બાબતે માલ લાવનાર ટ્રાન્સપોર્ટની તપાસ કરવામાં આવે તો પણ ખોટા બીલો પાસ કરીને સરકાર સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવે તેમ છે.

કેટલી વસ્તુઓ ખરીદાઈ
1.ગ્લોવસ – 3,20,000 નંગ રૂ.28,41,600 ( ગ્લોવસની એક જોડીની કિંમત સરકારે 9 નક્કી કરેલ ત્યારે આ ખરીદી 17.76 ના ભાવે કરવામાં આવેલ)
2.પી.વી.સી.કોટેડ નાયલોન બેંગ-3000 રુ.30,00,000 (બજારમાં બેંગની કિંમત 450 થાય છે ત્યારે 1000માં ખરીદવામાં આઅવેલ)
3.હોર્ડીંગ્સ -139, રૂ.48,65,000 ( બજાર કિંમત નક્કી કરાવતા 15900 થાય છે ત્યારે 35000 માં ખરીદવામાં આવ્યા)

અન્ય સમાચારો પણ છે...