તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:જ્યાં માનવીનું મન સ્થિર થાય તેજ મંદિર કહેવાય : ઉત્તમપ્રિય સ્વામી મહારાજ

ધાનેરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધાનેરા ખાતે સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા જન્માષ્ટમી કાર્યક્રમ યોજાયો

ધાનેરા ખાતે BAPS સંસ્થાન દ્વારા જન્માષ્ટમીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ પ્રસંગે સંતો દ્વારા મંદિર એટલે શું તે બાબતે લોકોને જાણકારી આપવામાં આવી હતી તેમજ ધાનેરા ખાતે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ધર્મનો વ્યાપ વધે તે માટે પણ કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા અને આ પાવન દિવસે પ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જન્માષ્ટમીના પાવન અવસરે સ્વામિનારાયણ સંસ્થા BAPS દ્વારા ધાનેરા ખાતે ભક્તિમય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જેમાં સ્વામિનારાયણ સંસ્થા ના સંતો પણ ધાનેરા ખાતે પધાર્યા હતા અને આવેલ હરી ભક્તોને ધર્મનો મહીમા સમજાવ્યો હતો.

તેમાં સ્વામી શ્રી ઉત્તમપ્રિય સ્વામી દ્વારા મંદિરો કેમ બનાવવામાં આવે છે અને તેનુ મહત્વ શુ છે તે બાબતે જણાવેલ કે "હિન્દુ ધર્મ એ સૌથી મહાન ધર્મ છે અને આપણો ધર્મ સંસ્કૃતિ ઉપર ટકેલો છે અને સંસ્કૃતિ એ આપણા શાસ્ત્રો, મંદિરો અને સંતોથી ટકેલી છે આ ધર્મમાં તમામ લોકોને પોતાના ઇષ્ટદેવ ઉપર અપાર શ્રધ્ધા અને વિશ્વાસ છે. મંદિર એટલે શું તો જ્યાં માનવીનું મન શાંત થાય સ્થિર થાય તે જગ્યા એ ભગવાન નો વાસ હોય છે અને જ્યાં ભગવાન નો વાસ હોય તે ભગવાન નું ઘર કહેવાય છે. માટે આજે આપણો ધર્મ મંદિરોને આધિન છે.

અન્ય સમાચારો પણ છે...