શોભાના ગાંઠિયા:ધાનેરામાં 3 કરોડના ખર્ચે બનેલ અદ્યતન પોલીસ મથક શોભાના ગાંઠિયા સમાન

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉદ્દઘાટન ન થતાં પોલીસ કર્મીઓને જૂની જગ્યામાં જ ફરજ બજાવવી પડે છે

ધાનેરામાં પોલીસ મથક વર્ષોથી મામલતદાર કચેરીની જગ્યામાં ચાલી રહ્યું છે. પરંતુ બે વર્ષ પહેલા આ પોલીસ સ્ટેશન બનાવવા માટે સરકાર દ્વારા 3 કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવેલ અને અદ્યતન સુવિધાવાળુ પોલીસ મથક ઉભું કરવામાં આવ્યું છે અને તે છેલ્લા આઠ મહિનાથી ઉદ્ઘાટનની રાહમાં આજે પણ સુમસામ ભાસી રહ્યું છે.

ધાનેરામાં પણ ભાડાના મકાનમાં ચાલતા પોલીસ મથકને અદ્યતન મકાન બનાવવા માટે 3 કરોડ જેટલી સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવી હતી અને આ ગ્રાન્ટમાંથી અદ્યતન પોલીસ મથક ઉભું કરવામાં આવ્યું છે. આ મકાન છેલ્લા આઠ મહીનાથી તૈયાર પડ્યું છે પરંતુ આ મકાનના ઉદ્ઘાટનમાં ક્યા ગ્રહો નડી રહ્યા છે તે સમજાતું નથી. અદ્યતન સુવિધાવાળું તૈયાર મકાન હોવા છતાં આજે પોલીસકર્મીઓ ખંડેર મકાનમાં કામ કરી રહ્યા છે. જેથી આ મકાનનું ઉદ્ઘાટન તાત્કાલિક થાય તેવંુ લોકો પણ જણાવી રહ્યા છે.

આ અંગે ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘મકાન તૈયાર કરીને કોન્ટ્રાકટર દ્વારા આ મકાનનો હવાલો પણ પોલીસને સાતેક મહીના પહેલા સુપરત કરવામાં આવ્યો છે અને અમે પણ સરકારને આ પોલીસ મથક શરૂ કરવા માટે પત્રો પણ લખ્યા છે. જેથી પોલીસ મથક જો નવા મકાનમાં આવે તો પોલીસને વધુ સુવિધાઓ મળી શકે તેમ છે અને હાઇવે ઉપર હોવાથી અન્ય ગુનાહીત પ્રવૃતિઓ પણ અટકે તેમ છે. જેથી આ પોલીસ મથકનું તાત્કાલિક ઉદ્ઘાટન થાય તે જરૂરી છે.’

અન્ય સમાચારો પણ છે...