તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધાનેરા ખાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 241 કરોડના ખર્ચે તાલુકાને શુદ્ધ પીવાના પાણી આપવા માટેની યોજનાનું ખાતમૂહૂર્ત કરવામાં આવનાર છે.જેની પત્રિકા કલેકટર દ્વારા છપાવવામાં આવી છે તેમાં ધારાસભ્ય નથાભાઈનું નામ કાપવામાં આવતા આક્રોશ ફેલાયો છે.કિન્નાખોરી રાખી નામ છાપવામાં આવ્યું નથી તેમ ધારાસભ્યએ જણાવ્યું હતુ.
સરકાર દ્વારા ધાનેરા ખાતે રવિવારે 241.34 કરોડના ખર્ચે બનનાર પાણીના પ્રોજેક્ટનો કાર્યક્રમ હોવાથી કલેકટર દ્વારા આમંત્રણ પત્રિકા છપાવવામાં આવી છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય નથાભાઇ પટેલનું નામ ન લખવામાં આવતા તર્ક વિતર્ક સર્જાયા છે. પત્રિકામાં સાંસદ પરબતભાઇ પટેલ, ડીસાના ધારાસભ્ય શશિકાંન્ત પંડયા તેમજ કાંકરેજના ધારાસભ્ય કિર્તિસિહ વાઘેલાના નામો છે પરંતુ નથાભાઇ પટેલનું નામ નથી. તાલુકા પ્રમુખ દિનેશ પટેલે જણાવ્યું હતું કે આ ભાજપની તાનાશાહીમાં કલેકટર પણ સામેલ હોય તેમ જોવા મળી રહ્યું છે. સરકાર તાનાશાહી ચલાવી રહી છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.