તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:જમીનમાં ભાગ આપવા મામલે માતા અને મોટા પુત્રએ નાના દીકરાને માર્યો

ધાનેરા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લેલાવામાં વારસાઈની જમીન મુદ્દે માથાકૂટ

ધાનેરા તાલુકાના લેલાવા ગામે મોટા પુત્ર અને માતાએ મળી પિતાની વારસાઈની જમીનમાં ભાગ આપવા મુદ્દે નાના દિકરાને માર મારતા નાના દિકરાએ માતા અને મોટા ભાઈ સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.આથી પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરા તાલુકાના લેલાવા ગામે રહેતા છગનભાઇ નાગજીભાઇ રબારીને તેના મોટાભાઈ રમેશભાઈ નાગજીભાઈ રબારી અને માતા સેજુબેન નાગજીભાઈ રબારી પિતાજીની જમીનમાં ભાગ આપવા બાબતે તેઓ તથા તેમની પત્ની સાથે અવાર-નવાર ઝઘડા કરતા હતા.

ત્યારે શુક્રવારે પાવડાના હાથા વડે તેમજ ગડદાપાટુનો માર મારી ઇજા કરી તેમજ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. જેથી છગનભાઇ નાગજીભાઇ રબારીએ તેના મોટાભાઈ રમેશભાઈ નાગજીભાઈ રબારી અને માતા સેજુબેન નાગજીભાઈ રબારી સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો