અટકાયત:નાનુડા ગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધાનેરા પોલીસને બાતમી મળી કે દારૂ ભરેલી ગાડી આવી રહી છે. જેથી તેઓ નાનુડા ગામની સીમમાં નાકાબંધી કરી હતી. ત્યારે આવતી કાર નંબર જીજે-24-એએ-0324 ને રોકાવવાની કોશિષ કરતાં ચાલકે કાર ભગાડી હતી.

પરંતુ પોલીસે આ કાર ચાલકને દબોચી કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ/બિયરની પેટીઓ નંગ-10 બોટલ નંગ-228 રૂ.27,900, કાર રૂ. 4,00,000, મોબાઇલ રૂ.500 મળી કુલ રૂ. 4,28,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે કારચાલક ખેંગાર હાજાભાઇ રામાભાઇ (રહે.રામપુરા છોટા,હાલ રહે.નેનાવા,તા.ધાનેરા) ને પકડી જેલના હવાલે કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...