હાઇકોર્ટનો નિર્ણય:ધાનેરા પાલિકાના 15 કોંગી સભ્યોનો સસ્પેન્ડનો હુકમ હાઇકોર્ટે રદ કર્યો

ધાનેરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસ ફરી સત્તા આવતાં કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો  હતો. - Divya Bhaskar
કોંગ્રેસ ફરી સત્તા આવતાં કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો.
  • નગરપાલિકામાં કોંગ્રેસ ફરી સત્તા આવતાં કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો
  • વિકાસના કામોમાં ગેરરીતિના મુદ્દે 18 જૂને 15 સભ્યોને મ્યુ. કમિશ્નરે સસ્પેન્ડ કર્યા હતા

ધાનેરા નગરપાલિકામાં વિકાસના કામોમાં ગેરરીતીના મુદ્દે મ્યુનિસીપાલિટી એડમિનીસ્ટ્રેશન કમિશ્નરમાં ભાજપના 11 સભ્યોએ રજૂઆત કરતાં આ કેસ ચાલી જતાં 15 કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતા તેઓ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા અને હાઇકોર્ટે હુકમને રદ કરતાં કોંગ્રેસ પાસે ફરી સત્તા પર આવશે.કોંગ્રેસ ફરી સત્તા આવતાં કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો. ધાનેરા પાલિકામાં 28 બેઠકો છે.

જેમાં ભાજપના 10 અને કોંગ્રેસના 18 સભ્યો વિજયી થયા હતા. જેથી પાલિકા ઉપર કોંગ્રેસનો કબ્જો થયો હતો. જેમાં પ્રમુખ તરીકે બળવંતભાઇ બારોટ આવ્યા હતા પરંતુ તેમને પણ બે થી વધુ બાળકોના મુદ્દે એક વર્ષની અંદર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ ભાજપના 11 સભ્યોએ પાલિકામાં સ્વભંડોળમાંથી તેમજ સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી મંજુર કરેલ કામોમાં ગેરરીતીઓ અને અનિયમિતતા આચરવામાં આવેલ હોવા બાબતે ગુજરાત મ્યુનિસીપાલિટી એડમિનીસ્ટ્રેશન કમિશ્નરમાં રજૂઆત કરતાં આ કેસ મ્યુનિસીપાલિટી એડમિનીસ્ટ્રેશન કમિશ્નરમાં ચાલી જતાં કમિશ્નર રાજકુમાર બેનીવાલના પત્રથી કોંગ્રેસના 17 સભ્યોને સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો હતો.

પરંતુ કોંગ્રેસના સભ્યો હાઇકોર્ટમાં જતા આ હુકમને રદ કરી ફરી સાંભળવા માટે જણાવતા ફરીથી આ કેસ ચાલુ થયો હતો અને ચાર મહિના પછી ફરીથી કોંગ્રેસના 15 સભ્યોને 18 જુન-2021 ના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેથી કોંગ્રેસના સભ્યો હાઇકોર્ટમાં જતા હાઇકોર્ટમાં આ કેસ ચાલી જતાં મ્યુનિસીપાલિટી એડમિનીસ્ટ્રેશન કમિશ્નરના હુકમને રદ કર્યો હતો. જેથી કોંગ્રેસ ફરી સતામાં આવશે.

બહુમતી પુરવાર કરીને સત્તામાં બેસીશું
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે અમે જજમેન્ટ ની કોપી સાથે ઓફિસરને લેખિત આપીશું અને પ્રમુખની ચૂંટણી જાહેર કરવા માટે અરજી કરીશું જે બાદ બહુમતી પુરવાર કરીને સત્તામાં બેસીશું."ધાનેરા પાલિકાના તત્કાલીન પ્રમુખ બળવંતભાઇ બારોટ એ જણાવ્યું હતું કે "આ સરકારમાં લોકશાહીનું ખુન કરવામાં આવી રહ્યું છે. આ ભાજપની સરકાર દ્વારા કોઇપણ ભોગે પોતાના તાબામાં કરવાની આ કવાયત છે અને જો તાબે ના થાય તો તેમને કોઇપણ ભોગે સસ્પેન્ડ કરવામાં આવે છે. પરંતુ હજુ પણ કોર્ટમાં ન્યાય છે."

અન્ય સમાચારો પણ છે...