તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડા:ધાનેરાના 7 ગામોમાં ચાલતા16 ઇંટવાડા પર ભૂસ્તર તંત્ર ત્રાટક્યું

ધાનેરા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સરકારી જમીનમાં ચાલતા ઇંટવાડાના માલિકો સામે કાર્યવાહીથી હડકંપ

ધાનેરા તાલુકાના જાડી ગામે ચાલતા ઇંટવાડા બાબતે સમાચાર પ્રસિદ્ધ થતાં જીલ્લા ભુસ્તર વિભાગની ટીમ બુધવારે ધાનેરા ખાતે પહોંચી હતી અને તાલુકા પંચાયતની ટીમ સાથે તાલુકામાં ચાલતા ઇંટવાડાઓ ઉપર તપાસ કરાઇ હતી. જેમાં તાલુકાના 7 ગામોમાં ચાલતા 16 જેટલા ઇંટવાડાઓ ઉપર ભુસ્તર વિભાગની તપાસ કરાઇ હતી.

ખાણ ખનીજ વિભાગની ટીમ બુધવારે ધાનેરા પહોંચી હતી અને તાલુકા વિકાસ અધિકારીને મળીને અન્ય ગામડાઓના લિસ્ટ બનાવી તાલુકા પંચાયતની ટીમ ગેરકાયદેસર ચાલતા ઇંટવાડાની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ આસિયા, થાવર, જડીયા, જાડી, માલોત્રા તેમજ વાછડાલ ગામે ચાલતા ઇંટવાડા ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઇંટવાડાના માલિકો સામે કાર્યવાહી કરાશે
ખાણ ખનીજ અને અમારી સંયુક્ત ટીમ દ્વારા 6 ગામમાં સરકારી જમીનમાં ચાલતા ઇંટવાડાઓની તપાસ કરવામાં આવેલ છે અને તે લોકોએ પાડેલ ઇંટ અને કેટલા વર્ષથી પાડે છે તે બાબતે ગણત્રી કરીને ખાણ ખનીજ વિભાગ દ્વારા આ તમામ ઇંટવાડાના માલિકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવનાર છે તેમજ અન્ય ગામડાઓમાં પણ જો ઇંટવાડા ચાલતા હશે તો તેમની પણ તપાસ કરીને કાર્યવાહી કરશે. રઘુભાઇ ચૌધરી (તાલુકા વિકાસ અધિકારી)

અન્ય સમાચારો પણ છે...