તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌભાંડ:પૂર્વ જિલ્લા આરોગ્ય અધિકારીએ જરૂરિયાત વગર 344 ટેબલની ઊંચા ભાવે ખરીદી કરી

ધાનેરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિલિવરી ટેબલની સાથે સાથે 16 લાખના લોકરોની પણ ખરીદી કરી કૌભાંડ આચર્યું

બનાસકાંઠાના તત્કાલિન જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનિષ ફેન્સીના અનેક બારોબારીયા બહાર આવી રહ્યા છે. ત્યારે ફરી એક નવો કિસ્સો બહાર આવ્યો છે. તાલુકાના તમામ આરોગ્ય સેન્ટરો ઉપર ડીલીવરી ટેબલો હોવા છતાં પણ 38 લાખના ડીલીવરી ટેબલ તથા 16 લાખના લોકરો જીલ્લામાં ઉંચાભાવે ખરીદી કરી હોવાનું બહાર આવ્યું છે. ડો.મનિષ ફેન્સી. દ્વારા હિંમતનગરની માત્ર બે જ પાર્ટીઓ જોડેથી જીલ્લામાં જરૂરીયાત ન હોવા છતાં મોટા પ્રમાણમાં અને ઉંચા ભાવે 344 ડીલીવરી ટેબલની સાથે સાથે 16 લાખના લોકરોની પણ ખરીદી કરવામાં આવેલ હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.

અને આ ડીલીવરી ટેબલો હોવા છતાં તેમના મળતીયાઓને લાભ કરાવવા માટે ખરીદી કરવામાં આવી હોવાનું જીલ્લામાં ચર્ચાઇ રહ્યું છે. તેમજ આ ટેબલોના બીલનું પણ ચુકવણું કર્યા પછી જ આવ્યા હોવાનો જીલ્લાના અધિકારીઓ સૂર પુરાવી રહ્યા છે.આરોગ્ય વિભાગ જીલ્લા પંચાયતના એક અધિકારીએ જણાવ્યું કે ‘ડો.મનિષ ફેન્સી દ્વારા તમામ ગ્રાન્ટ બાબતે ખબર રાખતા હતા કે કયા હેડમાં કેટલી ગ્રાન્ટ પડેલ છે અને જો તેમને દેખાય કે પડી છે તો તેમના મળતીયાઓને લાભ કરાવવા માટે ખોટી ખોટી પણ ખરીદી કરી લેતા હતા અને તેઓએ આ ખરીદી કરી ત્યારે 121 PHC, 4 અર્બન હેલ્થ સેન્ટર તથા 300 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો હતા અને મોટાભાગમાં તો આ સામાન હતો છતાં પણ ના પાડવા છતાં ખરીદી કરતા હતા.’

કેટલાક સેન્ટરમાં સમાન પહોંચ્યો પણ નથી
આરોગ્ય અધિકારી દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો માટે ડીલીવરી ટેબલની ખરીદીઓ કરવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળેલ છે પરંતુ કેટલાક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે તો આ સાધન સામગ્રી પહોંચી પણ નથી તો તે સામાન આવ્યો છે કે પછી બારોબાર ચુકવણા કરી દેવામાં આવ્યા હતા તે બાબતે પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...