તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલીનો:ધાનેરાની સરકારી હોસ્પિટલના ક્વાટર્સની પૂરમાં પડી ગયેલ દીવાલો હજુ સુધી જૈસે થે

ધાનેરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીવાલો ન હોવાથી લોકો કુદરતી હાજતે જતાં ગંદકી

ધાનેરા તાલુકામાં 2017 ના પૂરમાં સરકારી હોસ્પિટલના ક્વાટર્સની દીવાલો, શૌચાલયો વગેરે પણ પુરમાં તૂટી જવા પામ્યા હતા. આ પુરને ચાર-ચાર વર્ષ વીતી જવા છતાં સરકારી હોસ્પિટલના ક્વાટર્સની દીવાલો ખંડેર સમાન ભાસી રહી છે. તેને હટાવવામાં કે નવા બનાવવામાં પણ આવતા નથી જેના કારણે હોસ્પિટલના ક્વાટર્સના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

2017 માં આવેલા વિનાશક પુરમાં લોકો પાયમાલ બની ગયા હતા અને 24 જુલાઇએ પુરની ચોથી વર્ષી આવનાર છે. જેમાં પાલિકા સંચાલિત કામગીરી એકાદ વર્ષમાં ઉભી કરી દેવામાં આવી હતી ત્યારે ધાનેરાની સરકારી હોસ્પિટલના ક્વાટર્સમાં પુરના કારણે પાછળની બાજુ દીવાલો ધરાશાઈ થઇ હતી. આ સરકારી હોસ્પિટલના ક્વાટર્સની દીવાલો પડી જવાના કારણે ક્વાટર્સમાં ખુલ્લા મેદાન જેવું બની ગયું છે.

જેના કારણે રાત્રીના સમયે દારૂડીયાઓને અડ્ડો બની ગયો છે. ત્યારે બાજુમાં સ્લમ વિસ્તારવાળાઓ રાત્રીના સમયે શૌચક્રીયા પણ આ સરકારી હોસ્પિટલના ક્વાટર્સના કમ્પાઉન્ડમાં કરતાં હોવાથી લોકોને રહેવું પણ મુશ્કેલ બન્યું છે. તેમજ અવાર-નવાર ચોરીના બનાવો પણ બની રહ્યા છે.

સરકારી હોસ્પિટલના ક્વાટર્સમાં રહેતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે ‘પુરમાં દીવાલો પડી જતાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા શાળામાં દારૂ જેવી કેફીયત વસ્તુઓ લાવીને પીતા હોય છે તે વધેલ વસ્તુઓ ત્યાં જ નાખીને જતા હોવાથી અમારા બાળકો ઉપર પણ ખરાબ અસર થાય છે. તેમજ રાત્રીના સમયે લોકો શૌચક્રીયા પણ કમ્પાઉમ્ડમાં કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...