તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:દાંતીવાડાના ડાંગીયાના ગામ તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર

ધાનેરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
દાંતીવાડા તાલુકાના ડાંગીયા ગામના તળાવમાંથી બુધવારે વહેલી સવારે તરતી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. - Divya Bhaskar
દાંતીવાડા તાલુકાના ડાંગીયા ગામના તળાવમાંથી બુધવારે વહેલી સવારે તરતી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
  • ગ્રામજનોએ પોલીસને જાણ કરતાં લાશ બહાર કાઢી તપાસ હાથ ધરાઈ

દાંતીવાડા તાલુકાના ડાંગીયા ગામના તળાવમાંથી બુધવારે વહેલી સવારે તરતી લાશ જોવા મળી હતી. વહેલી સવારે ગ્રામજનોએ આ લાશને જોતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આથી પોલીસ ઘટના સ્થળે દોડી આવી લાશને બહાર કાઢી તપાસ હાથ ધરવામાં આવી હતી. ડાંગીયા ગામે આવેલા તળાવમાં બુધવારે વહેલી સવારે એક યુવકની લાશ તરતી હોવાની ગ્રામજનોને જાણ થતાં ગ્રામજનોના ટોળેટોળાં તળાવ કાંઠે એકઠા થઇ ગયાં હતાં.

આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી તળાવમાંથી લાશને બહાર કાઢવામાં આવી હતી. જોકે આ લાશ મૂળ દાંતીવાડા તાલુકાના જેગોલ ગામના વતની અને હાલ વાધણા ખાતે રહેતા રમેશજી નાગરજી મોરથળા નામના યુવકની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ રમેશજી છેલ્લા ત્રણ દિવસથી ઘરે ગયેલ નહીં અને ગુમ થયેલ હોઈ પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...