નોટીસ:ધાનેરામાં લાયબ્રેરીની 30 દુકાનોને 14 જુલાઇએ સીલ કરવામાં આવશે

ધાનેરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સીટી સર્વેની કચેરી દ્વારા નોટિસ આપી લાસ્ટ અલ્ટીમેટમ આપતાં વેપારીઓમાં ફફડાટ

ધાનેરામાં લીમડાચોક પાસે આવેલ લાયબ્રેરીની જમીનનો વાણીજ્ય હેતુ માટે ઉપયોગ થતો હોવાથી શરતભંગ બદલ શ્રીસરકાર દાખલ કરવા હુકમ કરતાં 6 જાન્યુઆરી-2020 એ તમામ દુકાનો ખાલી કરાવવા માટે નોટીસ આપેલ પરંતુ આ દુકાનો ખાલી કરાવવામાં ન આવતા ફરીથી 14 જુલાઇના રોજ સીલ મારવાની નોટીસ શનિવારે આપતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

આ નોટીસથી આ દુકાનો ઉપર કબ્જો મેળવવા પણ સીટી સર્વેની કચેરી દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે

ધાનેરામાં જૈન સમાજ દ્વારા ધાનેરામાં અનેક જગ્યાએ સરકાર પાસેથી જમીન મહેસુલ માફીથી જમીનો અલગ-અલગ હેતુ માટે મેળવેલ છે.અને તેમાંની આ એક જમીન જે લાયબ્રેરી બનાવવા માટે સરકાર પાસેથી મેળવી હતી. પરંતુ આ ટ્રસ્ટ દ્વારા આ જમીન ઉપર લાયબ્રેરીની આગળ દુકાનો બનાવી દેવામાં આવેલ અને તે દુકાનો ભાડે આપેલ હતી. જેથી જે શરતોને આધિન આ જમીન આપેલ હતી તે જમીનની શરતોનો ભંગ થતો હોવાથી આ જમીન શ્રીસરકાર કરવામાં આવી હતી તેમજ ધાનેરા સીટીસર્વે કચેરીને આ જમીન ઉપરનો કબ્જો ખાલી કરાવી  શ્રીસરકારનો કબ્જો લેવા હુકમ કરતાં ધાનેરાની સીટી સર્વેની કચેરીના અધિકારી દ્વારાધાનેરા બંધુ સમાજ સાર્વજનિક પુસ્તકાલયની તમામ દુકાનમાં બેઠેલા લોકોને 6 જાન્યુઆરી-20202 ના રોજ નોટીસ આપવામાં આવી હતી અને આ નોટીસથી આ દુકાનો ઉપર કબ્જો મેળવવા પણ સીટી સર્વેની કચેરી દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે વેપારીઓ દ્વારા દુકાનો ખાલી ન કરતાં શનિવારે ફરીથી સીટીસર્વે દ્વારા 14 જુલાઇ પહેલા દુકાનો ખાલી કરી સીટીસર્વેને સોપવામાં નહી આવે તો 14 જુલાઇના રોજ આ તમામ દુકાનો સીઝ કરવા માટેની નોટીસ આપવામાં આવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...