તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:ધાનેરા નગરપાલિકાના ભાજપના દસ સભ્યોને ભ્રષ્ટ્રાચાર મુદ્દે ગાંધીનગરનું તેડુ

ધાનેરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના સભ્યો સાથે ઠરાવમાં સહી કરનારા 10 ભાજપના સભ્યોને તેડુ

ધાનેરા નગરપાલિકામાં ભાજપના 10 સભ્યોને પણ ભ્રષ્ટાચારમાં સાથ આપવા બદલ 15 મી એ ગાંધીનગર મ્યૂનિસિપલ કમિશનરનું તેડુ આવતા રાજકારણ ગરમાયુ છે. ધાનેરા નગરપાલિકામાં કોંગ્રેસના મહિલા પ્રમુખ જગલબેનનુ મોત થતાં પાલિકાના નવા પ્રમુખની ચૂંટણી 19 જુનના રોજ યોજાવાની હતી ત્યારે ફરીથી ભાજપ દ્વારા 18 જુન ની સાંજે મ્યુનિસીપાલિટી એડમિનીસ્ટ્રેશન કમિશ્નરમાં હુકમ કરાવી 15 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતા 19જુને માત્ર ભાજપના 12 સભ્યો વચ્ચે પ્રમુખ માટેની ચૂંટણી યોજાઇ હતીજેમાં ભાજપમાં બળવો થતાં બન્ને તરફ 6-6 સભ્યો રહ્યા હતા અને ચિઠ્ઠી નાખવામાં આવતા બળવો કરનાર કિરણબેન સોની પ્રમુખ બન્યા હતા.

તે પછી ભાજપ દ્વારા આ 6 સભ્યોને પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ કરવા મ્યુનિસીપાલિટી એડમિનીસ્ટ્રેશન કમિશ્નરમાં દાદ માંગતા હાલમાં તમામ સભ્યોને હાઇકોર્ટ તથા મ્યુનિસીપાલિટી એડમિનીસ્ટ્રેશન કમિશ્નરમાં તારીખ ચાલી રહી છે અને તમામ ગાંધીનગર અને અમદાવાદના આંટા ફેરા કરી રહ્યા છે.

આ સભ્યોને તેડુ
1. ગીતાબેન રાયચંદભાઇ વાઘેલા
2.શારદાબેન જોરાભાઇ પ્રજાપતિ
3.સવદાનભાઇ જોધાભાઇ પટેલ
4.દજાભાઇ ભુદરાભાઇ પટેલ
5. તરુબેન ઇશ્વરસિહ રાજપુત
6. ઇન્દુબેન રાજેશકુમાર જોષી
7.જ્યોત્સનાબેન યોગેશભાઇ ત્રિવેદી
8. કિરણબેન સંજયભાઇ સોની
9.ઉમાકાંન્ત ગણપતલાલ મિસ્ત્રી
10. હિરાલાલ ન્યાલચંદ ઠક્કર

પાલિકાના સભ્યોને તારીખ પે તારીખ
8 જુલાઇ - બળવાખોરો બે પક્ષાતર ધારા હેઠળ ની તારીખ (નગરપાલિકા નિયામક,ગાંધીનગર),
12 જુલાઇ- પ્રમુખ ની ચૂંટણી રદ કરવા હારેલા ઉમેદવાર જ્યોત્સનાબેન ત્રિવેદીએ દાખલ કરેલ પીટીશન ની તારીખ (ગુજરાત હાઇકોર્ટે),
12 જુલાઇ કોંગ્રેસના 15 સસ્પેન્ડ સભ્યો ને સ્ટે માટેની તારીખ ( ગુજરાત હાઇકોર્ટે),
15 જુલાઇ ભાજપના 10 સભ્યોને સસ્પેન્ડ કેમ ન કરવાની ની તારીખ (મ્યુનિસીપાલિટી એડમિનીસ્ટ્રેશન કમિશ્નર કચેરી, ગાંધીનગર).

અન્ય સમાચારો પણ છે...