રજૂઆત:ધાનેરામાં ખેતરમાં આવાસ યોજનાના મકાનો મંજુર કરવા સીએમને રજૂઆત

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી ભલામણ કરી

ધાનેરા તાલુકાના ખેડૂતોને ખેતરમાં આવાસ યોજનાના મકાનો મંજુર કરવા ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી ભલામણ કરી છે. ધાનેરા તાલુકાના મોટાભાગના ગામડાના લોકો પશુપાલન સાથે ખેતરોમાં રહેતા હોય છે. અને ગામમાં જુના મકાનો પણ પડી ગયેલા હોવાથી ગામો પણ ઉજ્જડ બન્યા છે. તેમજ જગ્યાનો અભાવ હોવાના કારણે ગામતળ પણ મંજુર થતા નથી.

જેથી ખેડૂતોના હિત માટે ધારાસભ્ય નથાભાઇ પટેલ મુખ્યમંત્રીને માગણી કરી છે કે ખેતરોમાં પણ આવા નાના-નાના ખેડૂતોને પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ અન્ય આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવી આપવામાં આવે તો નાનામાં નાના ખેડૂતને પણ ખેતરમાં પોતાનું ઘર બની શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...