કાર્યવાહી:તત્કાલિન જિ.આરોગ્ય અધિકારી ફેન્સી સામેની તપાસમાં બે અધિકારીઓના નિવેદનો લેવાયા

ધાનેરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

તત્કાલિન આરોગ્ય અધિકારી ર્ડા.મનિષ ફેન્સીએ બનાસકાંઠામાં આરોગ્ય વિભાગમાં ખરીદીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરાતા તેમની ખાતાકિય પ્રાથમિક તપાસ નિવૃત સચિવ બી.એમ. ગોહિલને સોંપવામાં આવી હતી અને તેઓએ સાતેક મહીનામાં આ તપાસ પૂર્ણ કરીને તેનો રીપોર્ટ સરકારમાં સબમીટ કરતાં બનાસકાંઠાના અન્ય બે અધિકારીઓ ડો.નરેશ ગર્ગ એપેડેમીક (ઓફિસર જીલ્લા પંચાયત આરોગ્ય શાખા) તેમજ ધાનેરાના તત્કાલિક તાલુકા આરોગ્ય અધિકારી ડો.પી.એમ. ચૌધરીના જવાબો માટે 7 જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે બોલાવ્યા હતા.

લાખણી તાલુકા અધિકારી ડો. પી.એમ.ચૌધરીએ જણાવ્યું કે ધાનેરા ખાતે તાલુકા આરોગ્ય અધિકારી તરીકે હતો ત્યારે તેમના કહેવા પ્રમાણે ખરીદી ન કરતાં ત્રાસ આપવાનું શરુ કરેલ અને હું તાલુકા આરોગ્ય અધિકારી હોવા છતાં તેઓએ જીલ્લા વિકાસ અધિકારીને ખોટા માર્ગે દોરી ઉપરી કચેરીની મંજુરીની અપેક્ષાએ મારી બદલી મેડીકલ ઓફિસર તરીકે કરી માનસિક ત્રાસ આપવાનું ચાલું રાખતા હતા.

અમારા જવાબો લેવાયા
ડો.ફેન્સી જ્યારે બનાસકાંઠામાં હતા ત્યારે તેમની ખોટી ખરીદીમાં અમોએ કેટલીક ફાઇલોમાં સહી કરવાની ના પાડતાં અમને સાઇડમાં કરીને અમારી જગ્યાએ બીજા અધિકારીની ખોટી સહીઓ લઈ માનસિક ત્રાસ પણ આપતા હતા. જેથી સરકારમાં આ બાબતે રજુઆતો કરવામાં આવેલ અને આ તપાસમાં અમોને પણ જ્વાબ માટે બોલાવ્યા હતા. : ડો. નરેશ ગર્ગ (એપેડેમીક ઓફિસર)

અન્ય સમાચારો પણ છે...