પુત્રનો હુમલો:ધરણોધર ગામે દારૂ પીવા પૈસા ન આપતાં માતા પર પુત્રનો હુમલો

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતાએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

ધાનેરા તાલુકાના ધરણોધર ગામે દારૂ પીવાના પૈસા ન આપતાં એક શખ્સે તેની 70 વર્ષની માતા ઉપર ચપ્પાથી હુમલો કરી ઇજાઓ પહોચાડી હતી. તેમજ બુટથી મારમાર્યો હતો. આ અંગે માતાએ ધાનેરા પોલીસ મથકે પુત્ર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધાનેરા તાલુકાના ધરણોધર ગામે રહેતા સમુબેન તગાજી માજીરાણા (ઉ.વ.70) તેમના પતિ અને મૃત પુત્ર અશોકભાઇની પત્ની વિમળાબેન સાથે રહે છે. દરમિયાન તેમના સૌથી નાના પુત્ર દરઘાએ શુક્રવારે દારૂ પીવા માટે પૈસાની માંગણી કરી હતી. જોકે, પૈસા ન હોઇ સમુબેને આપવાની ના પાડી હતી. આથી ઉશ્કેરાઇ ગયેલા દરઘાએ અપશબ્દો બોલી ચપ્પા વડે હુમલો કરી હાથના અંગુઠા ઉપર ઇજા પહોચાડી હતી. તેમજ બુટ કાઢી આડેધડ પીઠ ઉપર મારમાર્યો હતો. તેમજ પાટુ મારતાં સમુબેન બાજુની દીવાલ ઉપર પટકાયા હતા. જ્યાં દોડી આવેલા પરિવારના સભ્યોએ તેમને છોડાવ્યા હતા. આ અંગે સમુબેને પોતાના પુત્ર સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...