તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીવાના પાણીની સમસ્યા:સિપુ ડેમના તળિયા દેખાતાં ધાનેરા,દાંતીવાડા,ડીસાના 120 ગામોમાં પીવાના પાણી માટે ફાંફા પડે સ્થિતી

ધાનેરા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સિપુ ડેમમાં 3.50 ટકાથી પણ ઓછું પાણી હોવાથી પાણી પુરવઠા વિભાગ પણ ચિંતિત

બનાસકાંઠામાં ધાનેરા, દાંતીવાડા અને ડીસા તાલુકાના મોટાભાગના ગામડાઓને પીવાના પાણી સિપુ જળાશય યોજના દ્વારા પુરુ પાડવામાં આવે છે. પરંતુ વર્ષ-2020 માં વરસાદ પુરતા પ્રમાણમાં ન પડતા સિપુ ડેમમાં પુરતા પ્રમાણમાં પાણી ન ભરાતા 120 ગામો ઉપર ઉનાળામાં પીવાના પાણીના સંકટ તોળાઇ રહ્યુ છે. ધાનેરા, ડીસા તેમજ દાંતીવાડા તાલુકાના 120 જેટલા ગામડાઓમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થવા પામેલ હોવાથી સિપુ જળાશય યોજના અંતર્ગત શુધ્ધ પીવાના પાણી આપવામાં આવી રહ્યા છે.

પરંતુ આ વર્ષે વરસાદ પુરતા પ્રમાણમાં વરસાદ ન થતાં ડેમના તળીયા દેખાવા લાગ્યા છે. જેથી લોકોને સિંચાઇ માટે તો પાણી આપવાની વાત દૂર છે પરંતુ આ વખતે લોકોને પીવાના પાણી આપવા માટે પણ ફાંફા પડે તેવી સમસ્યા સર્જાઇ છે. હાલમાં સિપુ ડેમમાં 3.50 ટકાથી પણ ઓછું પાણી હોવાથી પાણી પુરવઠા વિભાગ પણ આ બાબતે ચિંતિત બન્યું છે. આ 120 ગામડા તેમજ એક સીટીને પાણી પુરું પાડવા માટે નવી કામગીરી બાબતે સરકાર પાસે પ્રપોજલ મુકવામાં આવી છે. જેથી ઉનાળાના સમયમાં પિવાના પાણી મળે તે માટે હાલથી કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

કેટલા ગામોને પડી શકે છે પીવાના પાણીની સમસ્યા ધાનેરા તાલુકાના 77 ગામ તથા ધાનેરા શહેર, દાંતીવાડાના 15 ગામ તેમજ ડીસા તાલુકાના 26 ગામોને આ યોજના હેઠળ પાણી આપવામાં આવે છે અને આ ડેમમાં પાણી ન હોવાથી આ તમામ ગામોને ઉનાળામાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થાય તેવા અંધાણ જોવા મળી રહ્યા છે.

પીવાના પાણી માટે નવા 12 બોર બનાવાશે
કા.ઇ.પાણી પુરવઠાના અર્જુનસિહ વાઘેલાએ જણાવ્યું કે સિપુ ડેમમાં પાણીના તળ તળીયે હોવાથી માત્ર 3.5 ટકા જ પાણી છે. જેથી અમારી કચેરી દ્વારા આ ગામડાઓને પીવાના પાણી માટે લોકોને તકલીફ ન પડે તે માટે 12 નવિન બોર બનાવવામાં આવનાર છે. અને આ યોજના હેઠળના તમામ ગામડાઓમાં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા ઉભી ન થાય તે માટે તકેદારી પણ રાખવામાં આવનાર છે. આગામી સમયમાં નર્મદાના યોજના હેઠળ જે કામગીરી ચાલે છે તે પૂર્ણ થતાં આ તમામ ગામડાઓને આ પાણીની સમસ્યામાંથી છુટકારો મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો