તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:બનાસકાંઠામાં કોરોના દરમિયાન માસ્ક ખરીદીમાં કૌભાંડ,તટસ્થ તપાસની માંગ

ધાનેરા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • માર્કેટમાં 50થી 100 રૂ.માં મળતા માસ્ક રૂ.275 માં મોટા પ્રમાણમાં ખરીદાયા
 • પૂર્વ આરોગ્ય અધિકારી મનીષ ફેન્સીએ તમામ તાલુકા હેલ્થ અધિકારીના GeM ના પાસવર્ડ લઈ પોતાના મળતિયાને ઓર્ડર આપ્યો હોવાનો આક્ષેપ

ભારતમાં કોરોનાના કેસો આવ્યા ત્યારથી જ ગુજરાત સરકારના GMSCL (ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ) દ્વારા હોસ્પિટલમાં જે વસ્તુઓ ખરીદી કરવાની હોય તેના ભાવ નક્કી કર્યા હતા જેમાં 30 માર્ચે કરેલા પરિપત્રમાં N95 માસ્ક વધુને વધુ 49.61રૂપિયાના ભાવથી ખરીદી શકશે તેવું સ્પષ્ટ આદેશ છતાં જિલ્લાના જે તે સમયના આરોગ્ય અધિકારી મનિષ ફેન્સી દ્વારા પાર્વ ટ્રેડર્સને મે મહિનામાં એક માસ્કના 275 રૂપિયાથી અલગ અલગ તાલુકાની હોસ્પિટલ દીઠ લાખો રૂપિયાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.

આ ઓર્ડર જિલ્લા કક્ષાએથી અલગ અલગ તાલુકાના ખરીદી કરવાના GEM પોર્ટલના આઈડી પાસવર્ડ લઈ જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સીએ પોતાના મળતીયાને આપ્યો હતો અને બિલ તમામ THO ને ચૂકવવું પડ્યું હતું.માસ્ક ખરીદીના કૌભાંડની તટસ્થ તપાસ કરવા થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત તેમજ ભાજપના અગ્રણીઓએ મુખ્યમંત્રી ને રજૂઆતો કરી તટસ્થ તપાસની માંગ કરી છે.જેને લઈ ખળભળાટ મચ્યો છે.

બનાસકાંઠામાં કોરોના દરમિયાન માસ્ક ખરીદીમાં કૌભાંડ,તટસ્થ તપાસની માંગ સરકારના નક્કી કરેલા ભાવ કરતા વધુ ભાવનું હોવાથી તે સમયના ધાનેરના હેલ્થ ઓફિસર પી.એમ ચૌધરીએ વિરોધ કર્યો હતો તેમજ આરોગ્ય નાયબ સચિવને પણ પત્ર લખીને પણ કરી હતી કે મારી જાણ બહાર મારા ID પસવર્ડથી ડો. મનીષ ફેનસીએ માસ્કની ખરીદી કરી છે અને તેમાં મોટું કૌભાંડ છે તે તપાસ કરવામાં આવે.

આ મામલે સરકાર દ્વારા કોઈ તપાસ તો ન થઈ પરંતુ કૌભાંડ કરનાર મનીષ ફેન્સીની બદલી કરી બઢતી આપી તેને વડોદરા ખાતે નાયબ નિયામક બનાવી દેવાયા છે. જેને લઈ ને આરોગ્ય વિભાગમાં ભારે ચર્ચા નો વિષય બન્યો છે. અગાઉ સાબરકાંઠામાં ફરજ બજાવતા હતા ત્યાં પણ આજ કંપની પાસેથી મોટા પ્રમાણમાં ઉંચા ભાવે ખરીદી હતી તે બાબતે પણ તપાસ કરવામાં આવી હતી અને તેની તપાસ ચાલતી હોવા છતાં પણ બદલી બઢતી સાથે કરવામાં આવેલ જેથી આવા ભ્રષ્ટ અધિકારી ને સજા કરવાના બદલે બઢતી આપતા બનાસકાંઠા ના ભાજપ તથા કોંગ્રેસ ના રાજકીય આગેવાનો દ્વારા મુખ્યમંત્રી ને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે.

રવિવારે ડીસા ખાતે યોજી ફેરવેલ પાર્ટી
ડો. મનીષ ફેનસી ની બઢતી સાથે બદલી થતા તેમને ખુશ કરવા માટે આરોગ્ય વિભાગના કેટલાક તેના ભક્તો દ્વારા આયુષ ડોકટરો પાસેથી 500, MBBS ડોકટરો પાસેથી 1000 અને ATHO અને THO તથા અન્ય અધિકારીઓ પાસેથી 2500 લેખે જબરજસ્તી ઉઘરાવામાં આવ્યા હતા અને રવિવારે ડીસા ખાતે હોટલ અનંતરા ખાતે તેમને સોનાની ચેઇન તથા અન્ય ભેટ સોગાદ પણ આપવામાં આવી રહી હોવાની રાવ ઊઠી છે. તો આ બાબતે પણ ACB દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી છે તેવું કર્મચારીઓએ જણાવ્યું હતું.

ભ્રષ્ટાચાર કરનારને સસ્પેન્ડ કરો
કોરોનામાં લોકોએ સરકાર ને મદદ કરવા લાખો રૂપિયાના દાન આપ્યા ત્યારે બનાસકાંઠાના તત્કાલીન જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી મનીષ ફેનસી દ્વારા 50 રૂ.ની વસ્તુ 250 માં ખરીદી કરેલ અને તેમાં પણ પોતાના તાબા ના અધિકારીઓ ના પાસવર્ડ લઈ ને ખુદ પોતે ઉંચા ભાવે ખરીદી કરેલ અને આવી તો અનેક ખરીદી કરેલ જેમાં મોટો ભ્રષ્ટાચાર કરેલ છે તે બાબતે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરેલ છે.સરકાર ભ્રષ્ટાચાર ને વેગ આપવાના બદલે તેની સામે કાર્યવાહી કરે તે જરૂરી છે.ગુલાબસિહ રાજપૂત ધારાસભ્ય થરાદ.

બદલીઓ માટે પણ કટકી લેતા હતા
ડો. મનીષ ફેન્સી એ ભ્રષ્ટાચાર કર્યો છે.તેમજ કર્મચારીઓને દૂર મૂકી નજીક લાવવા માટે તેમની પાસેથી રકમ પણ મોટા પ્રમાણમાં લેતા હતા.અમે કેટલીયેવાર રજૂઆતો કરેલ પણ કોઈ ધ્યાને લેતું ન હતું પરંતુ ભાજપના સાંસદ દ્વારા પણ આ અધિકારીને બદલવા રજુઆત કરવા છતાં સરકારે તેને સજાની જગ્યાએ બઢતી સાથે બદલી કરી છે.ગેનીબેન ઠાકોર ધારાસભ્ય વાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો