તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:રાયડા અને મગફળીના બાકીના પૈસા ચુકવવા ધારાસભ્યની ગૃહમાં રજૂઆત

ધાનેરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધાનેરાના ખેડૂતોને બે વર્ષ થવા છતાં ના 13 લાખ મળ્યા નથી

સરકાર દ્વારા ધાનેરા તાલુકામાં મગફળી અને રાયડાની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી હતી. જેમાં 16 જેટલા ખેડૂતોના 13 લાખ રૂપિયા કરતા પણ વધારે બાકી હોવાથી તેમના નાંણા સત્વરે આ ખેડૂતોને ચુકવાય તે માટે ધારાસભ્યએ વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો અને અન્ય ધારાસભ્યોએ પણ ટેકો આપ્યો હતો.

સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવે છે. અને તમામ ખેડૂતોને રૂપિયાનું ચુકવણું પણ કરવામાં આવે છે પરંતુ છેલ્લા બે વર્ષથી 16 જેટલા ખેડૂતોના મગફળી અને રાયડાના પેમેન્ટ બાકી હોવાથી તે ખેડૂતોએ ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલને રજૂઆત કરી હતી. જેથી નથાભાઇ પટેલે તમામ ખેડૂતો પાસેથી બીલોની માહિતી મંગાવીને આ ખેડૂતોને તાત્કાલીક ધોરણે પેમેન્ટ ચુકવવા માટે મંગળવારે વિધાનસભામાં આ મુદ્દે ચર્ચા કરી હતી અને તે ખેડૂતોને બે-બે વર્ષથી તેમનો માલ અને રૂપિયા બન્ને સરકાર પાસે છે તો જે કોઇ ભુલ હોય તે તપાસીને તાત્કાલીક ચુકવણું થાય તે માટે અધ્યક્ષને ખાસ રજૂઆત કરી હતી. જેથી અન્ય ધારાસભ્યોએ પણ સરકાર તાત્કાલીક તપાસ કરીને પેમેન્ટ ચુકવે તે બાબતે ટેકો આપ્યો હતો.

આ અંગે નથાભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘વર્ષ 2018-19 માં મગફળીમાં 10 જેટલા ખેડૂતોના 8,93,482 રૂપિયા બાકી છે. જ્યારે વર્ષ-2019 ની રાયડા ખરીદીમાં પણ 6 ખેડૂતોના 4,27,500 રૂપિયા બાકી છે. અને આ નાના ખેડૂતોના બે-બે વર્ષથી પેમેન્ટ બાકી હોવાથી તેમને પોતાના ઘરનો વહીવટ ચલાવવો પણ મુશ્કેલ બન્યો છે. અગાઉ પણ મેં જયેશ રાદડીયાને મૌખીક રજૂઆત કરી હતી અને ફરીથી લેખીત રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો