તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ધાનેરામાં પુલ પાસેની ચોકીના CCTV કેમેરા ચાલુ કરવા લોકોની માંગ, પોલીસ દ્વારા લગાવવામાં આવેલ તિસરી આંખ 6 વર્ષથી ગાયબ

ધાનેરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ધાનેરા રેલ નદીના પુલ પાસે ચોકી બનાવવામાં આવી છે. ત્યાં 10 વર્ષ પહેલા સી.સી.ટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસની નિષ્કાળજીના લીધે છ વર્ષ અગાઉ આ સી.સી.ટીવી કેમેરા ઉતારી લેવાયા કે ચોરાઇ ગયા તે પછી આજદિન સુધી આ કેમેરા લગાવવામાં આવ્યા નથી. જો લગાવવામાં આવે તો ધાનેરા તેમજ અન્ય જગ્યાએથી જે વાહનો ચોરાય છે તેનો ભેદ ઉકેલી શકાય.

પોલીસ દ્વારા તમામ રેસ્ટોરેન્ટ, દુકાનો તેમજ અન્ય જગ્યા ઉપર સી.સી.ટીવી કેમેરા લગાવવા માટે ફરજીયાત કરાયા છે. ત્યારે ધાનેરાના રેલ નદીના પુલ પાસે જે-તે સમયના પી.એસ.આઇ. એસ.એલ.ચૌધરીએ વાહનોની ચોરી રોકી શકાય તે માટે નદીના પુલ પાસે એક ચોકી બનાવી 4 સી.સી.ટીવી કેમેરા લગાવ્યા હતા. પરંતુ સમય જતાં છ વર્ષ અગાઉ આ કેમેરા ઉતારી લેવામાં આવ્યા કે કોઇ ઉતારી ગયું તે આજદિન સુધી જાણવા મળેલ નથી. પોલીસવડા આ બાબતે અંગત રસ લઇને ધાનેરા રેલ નદીના પુલ પાસે જો સી.સી.ટીવી કેમેરા લગાવે તો ગુજરાતમાંથી ચોરાતા મોટાભાગના વાહનો રાજસ્થાન તરફ જતા હોય છે અને જો આ સી.સી.ટીવી ચાલુ હોય તો આવા લોકોને પોલીસ પકડી શકે છે. તેમજ બીજા અન્ય ગુનાઓ પણ અગાઉ આ કેમેરાથી ઉકેલાયા હતા તો આ કેમેરા ફરી ચાલુ કરાવાય તેવી લોકોની પણ માંગ ઉઠી છે. પોલીસ દ્વારા આ કેમેરા જલ્દી ચાલુ થાય તો ગુનાઓમાં પણ ઘટાડો આવી શકે તેમ છે. તેમજ આ આધુનિક યુગમાં આ ખાસ જરુરી છે. તેવુ અગ્રણી નાગરીક કાનજીભાઇ પટેલે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો