તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:ધાનેરામાં ચાર વર્ષથી ચાલતી રેલ્વે પુલની ધીમી કામગીરીથી લોકો ત્રસ્ત

ધાનેરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર વર્ષ છતાં પુલનું કામ માત્ર 70 ટકા જ થયું

ધાનેરામાં રેલ્વે પુલ સાંકડો હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને અવાર-નવાર ટ્રાફિકના પ્રશ્નો પણ વિકટ બન્યા હતા. જેથી એપ્રિલ-2018 માં આ 42 કરોડના ખર્ચે બનનાર પુલનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. તેને પણ ચાર વર્ષ થવા છતાં તેનું કામ પૂર્ણ ન થતાં વાહન ચાલકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.

ધાનેરામાં 42 કરોડના ખર્ચે રેલવે પુલની કામગીરી હાથ ધરી હતી. ત્યારે બસો અને અન્ય મોટા વાહનોને છેલ્લા 16 મહિનાથી ડાયવર્ઝન આપવામાં આવતા તેઓ પણ નાના રસ્તાઓ ઉપર ભારે હેરાનગતી ભોગવી રહ્યા છે. અને આ કોન્ટ્રાકટર દ્વારા પુલની કામગીરીમાં એટલી હદે ધીમી કામગીરી થઇ રહી છે કે સાડા ત્રણ વર્ષમાં 70 ટકા પણ કામગીરી પુરી કરેલ નથી. જેથી કાન્તીભાઇ પટેલ દ્વારા એજન્સીને બ્લેક લિસ્ટમાં મુકવા માટે પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

મફતલાલે જણાવ્યું હતું કે ‘આ એજન્સી દ્વારા ત્રણ વર્ષ કરતા પણ વધારે સમયથી માત્ર અડધા કિ.મી.ના પુલનું કામ કરવામાં આવી રહ્યું છે અને હજુ પણ મોટાભાગનું અધુરું છે. જ્યારે ડીસા ખાતે ત્રણેક કિ.મી.નો પુલ પ્રગતિથી પુરો થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...