તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ધાનેરાના સરાલમાં કંપનીઓ દ્વારા ખેતરોમાં બોરીંગ કરાતાં આક્રોશ

ધાનેરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
સરાલ ગામે પાકમાં કંપની દ્વારા બોર બનાવાઈ રહ્યા છે. - Divya Bhaskar
સરાલ ગામે પાકમાં કંપની દ્વારા બોર બનાવાઈ રહ્યા છે.
 • મંજુરી સિવાય ખેતરમાં ઉભા પાકમાં ભેલાણ કરાય છે,અગાઉ પણ કંપનીઓએ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા હતા: ખેડૂત

ધાનેરાના સરાલના ખેતરોમાં ઓ.એન.જી.સી.નુ નામ લઇને પ્રાઇવેટ કંપનીનો સ્ટાફ ખેતરોમાં ઉભા પાકમાં મશીનરી ચલાવી ખેતરોમાં બોર કરતા હોવાથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.બોરીંગ કરતા હોવાથી ખેડૂતનો ઉભો પાક નષ્ટ થઇ રહ્યો છે.

સરાલમાં આંબાભાઇ પટેલના ખેતરમાં મશીનરી લગાવી છે. આ માણસો દ્વારા બોરીંગ બનાવવા લાગેલા ત્યારે આ ખેડૂતે અન્ય લોકોને જાણ કરતાં બીજા લોકો પહાોંચીને આ કામગીરી બંધ કરાવી હતી પરંતુ આ કંપનીના લોકોએ પોતાની કંપની કોણ છે કે મંજુરી મેળવેલ છે કે નહી તે બાબતે પુછવા જતાં તેઓએ ખેડૂત સામે પોલીસ ફરીયાદ કરવાની પણ ધમકી આપી હતી. આથી મામલતદારને જાણ કરી હતી આ બાબતે મામલતદાર બી.એસ.ખરાડીએ જણાવ્યું હતુંકે અમારી પાસે છેલ્લા ત્રણ મહીનામાં આવા બોરીંગ બનાવવા માટે ની કોઇ મંજુરી માંગેલ નથી કે મંજુરી આપવા માટે કોઇ પત્ર પણ આવેલ નથી અને આ કામ બાબતે અમાં તપાસ કરીને જો મંજુરી લીધા વગર કામગીરી કરવામાં આવતી હશે તો તેમની સામે કાર્યવાહી પણ કરીશુ.

અગાઉ પણ ખેડૂતને વળતર આપેલ નથી
ત્રણેક વર્ષ અગાઉ પણ આવાજ લોકો આવ્યા હતા અને ખેતરોમાં બોરીંગ કરીને ગયા હતા અને વળતર માટે ફોર્મ પણ ભરાવેલ હતા પરંતુ આજે તેને પણ ત્રણ વર્ષ થવા છતાં કોઇ ખેડૂતને વળતર મળેલ નથી. રમેશભાઇ પટેલ (ખેડૂત)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો