આક્રોશ:પૂર દરમિયાન વેપારીઓના વ્યાજના 25 લાખ નહીં ચુકવતાં ધાનેરાના વેપારીઓમાં આક્રોશ

ધાનેરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2017 માં વેપારીઓને પૂરરાહતમાં લોનનું વ્યાજ પણ હજુ બાકી છે: વેપારીઓ

2017 માં ધાનેરામાં પૂરે ભારે તબાહી ફેલાવતા સરકાર દ્વારા નાના વેપારીઓને સહાય આપવામાં આવી હતી. જ્યારે ગંજ બજાર તેમજ અન્ય મોટા વેપારીઓને ભારે નુકસાન થવા પામ્યું હતું અને તે વખતે મુખ્યમંત્રી ગંજ બજાર ખાતે આવ્યા હતા. જે વેપારીઓનું ટર્નઓવર 25 લાખથી વધારે હોય તેવા વેપારીઓને બેંકમાંથી 10 લાખની લોન વગર વ્યાજે એટલે કે બે વર્ષ સુધી આ લોનનું વ્યાજ સરકાર દ્વારા ચુકવાનું કહેવામાં આવતા વેપારીઓએ અલગ-અલગ બેંકોમાંથી લોન મેળવી હતી અને લોન મેળવ્યા પછી એક વર્ષનું વ્યાજ પણ મોડે મોડે અનેકવાર રજુઆતો કર્યા પછી આવ્યું હતું. જ્યારે બીજા વર્ષનું વ્યાજ ન ચુકવાતા વેપારીઓએ અનેકવાર જીલ્લા ઉદ્યોગમાં રજુઆતો કરવામાં આવી અને જીલ્લા ઉદ્યોગ પાલનપુરની કચેરી દ્વારા પણ સરકારમાં અનેકવાર પત્ર લખવા છતાં કોઇ કાર્યવાહી થતી નથી.

વેપારીઓને બેંકે ડીફોલ્ડર બતાવ્યા મુખ્યમંત્રી રૂપાણી દ્વારા વેપારીઓને 10 લાખની લોનમાં સરકાર દ્વારા બે વર્ષનું વ્યાજ ભરવાના વાયદાથી લોન આપી હતી પરંતુ સરકાર દ્વારા એક વર્ષ વ્યાજ ભર્યા પછી હાથ ઉંચા કરવામાં આવતા આ વ્યાજનું પણ વ્યાજ ચડી જવા પામ્યું છે અને બેંકો દ્વારા વેપારીઓને ડીફોલ્ડરના લીસ્ટમાં મુકી દેવામાં આવ્યા છે. હાલમાં ધાનેરાના વેપારીઓના વ્યાજ પેટે 25 લાખ રૂપિયા જેટલા સરકાર પાસેથી લેવાના નિકળે છે.> કાનજીભાઇ પટેલ (વેપારી)

ગ્રાન્ટ ફાળવવા લેખિત રજૂઆતો કરી છે
આ ગ્રાન્ટ અધિક કલેકટરને મુખ્યમંત્રી ફંડમાંથી ફાળવણી કરવા માટે જણાવેલ છે અને અમારી કચેરી દ્વારા પણ 5 માર્ચ-2021 ના રોજ પત્રથી જાણ પણ કરવામાં આવેલ છે.> જનરલ મેનેજર (જીલ્લા ઉદ્યોગ, પાલનપુર)

અન્ય સમાચારો પણ છે...