તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:તત્કાલિન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.ફેન્સી સામે ખાતાકિય તપાસના આદેશ

ધાનેરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાયબ સચિવે જવાબો લખાવવા પાલનપુર બોલાવતાં ખળભળાટ મચ્યો
  • બજાર કરતાં પણ ઉંચા ભાવે ખરીદી કરી ભ્રષ્ટ્રાચાર આચરતાં રજૂઆત થઈ હતી

તત્કાલિન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનિષ ફેન્સી દ્વારા ખરીદીમાં ભ્રષ્ટાચાર બાબતે તપાસ માટે અરજી કરાતા ખાતાકિય તપાસ શરુ કરાઈ છે.જેને લઈ આરોગ્ય વિભાગમાં અનેક તર્ક વિર્તક વહેતા થયા છે. થોડા મહિના અગાઉ ડો. ફેન્સીને અધિક નિયામકમાં પ્રમોશન મળતા વડોદરા બદલી થઈ હતી જે બાદ અરજદાર સુરેશચંદ્ર એસ. પટેલ દ્વારા સરસમાનના ખરીદી બાબતે સરકારમાં લેખીત રજૂઆતો કરવામાં આવી હતી જે બાદ સરકાર દ્વારા આ બાબતે ડો. મનિષ ફેન્સી સામે ખાતાકીય તપાસ માટેના આદેશ કરવામાં આવતા તપાસ શરૂ કરવામાં આવતા ડો. ફેન્સીની પાલનપુર અવરજવર વધી છે.

નાયબ સચિવે જવાબો લખાવવા પાલનપુર બોલાવ્યા છે.તત્કાલિન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનિષ ફેન્સી દ્વારા કરવામાં આવેલ ગેરરિતી બાબતે અરજ થતાં સરકાર દ્વારા નાયબ સચિવ સી.એમ.ગોહિલ ની નિમણુક કરવામાં આવી છે અને તેમના દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ અંગે એક તાલુકા આરોગ્ય અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યુ હતુંકે અમારા પાસવર્ડ અને આઇ.ડી. થી પાલનપુર પોતાની કચેરી ખાતેથી આડેધડ જરુર વગરની ખરીદી કરવામાં આવી હતી. અને તે પણ બજાર કરતાં પણ ઉંચા ભાવે ખરીદી કરવામાં આવી હતી N95 માસ્કની ખરીદી 275 માં કરવામાં આવી હતી અને તે પણ તમામ તાલુકાઓમાં મળીને 15 હજાર માસ્ક ખરીદવામાં આવ્યા હતા.જેની તપાસ કરવા માંગ ઊઠી હતી.

અન્ય સમાચારો પણ છે...