તજવીજ:ધાનેરાના નેનાવા પાસે જીપ અને ટ્રક ટકરાતાં એકનું મોત,બે જણાને ઈજા

ધાનેરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા

ધાનેરા તાલુકાના નેનાવા નજીક મંગળવારે રાત્રે સાંચોર નેશનલ હાઇવે ઉપર ટ્રક અને જીપ સામસામે ટકરાતાં અકસ્માત સર્જાતાં જીપમાં બેઠેલા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા.આ બનાવ અંગે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.

ધાનેરા-સાંચોર હાઇવે ઉપર મંગળવારની મોડી રાત્રે નેનાવા ગામ નજીક સાંચોર તરફ જતી ટ્રક નંબર આરજે-04-જીબી-7202 જ્યારે સામેથી સાંચોર તરફથી આવી રહેલી જીપ નંબર જીજે-08-આર-2185 આવતી હતી. ત્યારે નેનાવા ગામ નજીક બન્ને સામસામે ટકરાયા હતા.

જેમાં બોલેરો જીપમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થવા પામી હતી અને ત્યાંથી પસાર થતા લોકોએ 108 ને ફોન કરતાં 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ હોવાથી વધુ સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ રાત્રે જ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં હંજારીભાઇ નગાભાઇ બોગુ (ઉં.વ.27,રહે. લવારા, તા.ધાનેરા-મૃતક) નું મોત નિપજ્યું હતું. જયારે હેગોળાભાઇ કસ્તુરાભાઇ બોગુ (રહે. લવારા,તા. ધાનેરા) અને ઇશ્વરભાઇ નાનજીભાઇ બોગુ (રહે. લવારા,તા. ધાનેરા) ને સારવાર માટે લઇ જવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...