દુર્ઘટના:ધાનેરાના એડાલ પાસે બાઇકને સાઈડ આપવા જતાં રિક્ષા પલટતા એકનું મોત, ત્રણને ઇજા

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દુગાવાનો પરિવાર ધાનેરાના મોડલ ગામે સગાને ત્યાં મળવા ગયો હતો

ધાનેરા તાલુકાના એડાલ ગામ પાસે રસ્તા ઉપર બાઇકને સાઈડ આપવા જતા આગળ ખાડો આવી જતા રિક્ષા પલટી ખાઇ ગઇ હતી. જેમાં બેઠેલા ચાર લોકોમાંથી એકનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ લોકો ઘાયલ થતા સારવાર માટે ધાનેરા સરકારી હોસ્પિટલ ખાતે લવાયા હતા. ધાનેરાના નેનાવા ખાતે ભાગીયા તરીકે મજૂરી કરતા રાજસ્થાનના દુગાવા ગામના આદિવાસી પરિવારના લોકો ધાનેરાના મોડલ ગામે તેમના સગાને ત્યાં મળવા ગયા હતા અને તેઓ પરત રિક્ષામાં આવી રહ્યા હતા.

ત્યારે સિંગલ રોડ ઉપર બાઇકને સાઈડ આપવા જતા રોડ ઉપર ખાડો આવી જતા રિક્ષા ચાલકે કાબુ ગુમાવતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેમાં બેઠેલા લોકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા સોનાભાઈ ઓખાભાઈ ભીલ (ઉં.-55,રહે.દુગાવા-રાજસ્થાન)નું મોત નિપજ્યું હતું.

જ્યારે અન્ય ત્રણ લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ અંગેની જાણ નેનાવા રહેતા ખેતર માલિકને કરાતા તે તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને લાશને તેના વતન મોકલવા માટેની સગવડ કરાવી હતી. આ બાબતે ડોક્ટરે પોસ્ટમોર્ટમ માટે જણાવવા છતાં પોસ્ટમોર્ટમ કરાવ્યું નહોતું.

ઇજાગ્રસ્તોના નામ
1. ટીપુંબેન હરદાભાઈ ભીલ (ઉં.વર્ષ-60,રહે.દુગાવા-રાજસ્થાન)
2. હરકાનભાઈ મોતિભાઈ ભીલ (ઉં.વર્ષ-38, રહે.દુગાવા રાજસ્થાન)
3. માફાભાઈ જગાસીભાઈ ભીલ (ઉં.વર્ષ-43, રહે.નેનાવા,તા.ધાનેરા)

અન્ય સમાચારો પણ છે...