તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કોરોના વેક્સિનેશનમાં નબળી કામગીરી જણાતાં 6 આરોગ્ય અધિકારીને નોટિસ

ધાનેરા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા અધિકારીએ નોટીસ આપી ખુલાસો માંગ્યો

જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ 19 અંતર્ગત HCW અને FLW બીજા ડોઝના લાભાર્થીઓને વેકસિન આપવાની કામગીરી આપવામાં આવી રહી છે. જેમાં છ તાલુકામાં આ કામગીરી નબળી હોવાના કારણે તેમજ તાલુકા આરોગ્ય અધિકારીઓને જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા નોટીસો આપવામાં આવી છે. વેકસિન આપવાના રીપોર્ટ જોતા છ તાલુકાના આરોગ્ય અધિકારીઓની નબળી કામગીરી જણાતા જીલ્લા કલેકટરએ આવા અધિકારીઓ સામે પગલાં લેવા જણાવતા જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા નોટીસ પાઠવાઈ છે.

અને તેમાં જણાવાયું છે કે વેકસીન રીપોર્ટ જોતા કોરાના રસીકરણ કામગીરીમાં ઉદાસિનતા અને નબળી કામગીરી જણાઇ આવેલ છે તે ગંભીર બાબત છે તો તમારા તાલુકામાં કોવિડ 19ની રસીકરણ માટે આપેલ લક્ષાંક તાત્કાલિક પુર્ણ કરવા માટે તાકિદ કરવામાં આવે તેમજ 3 દિવસમાં લેખીત ખુલાસો કરવા માટે પણ જણાવાયુ છે. જેમાં થરાદ, ધાનેરા, વાવ, ડીસા, દિયોદર, લાખણી તાલુકા આરોગ્ય અધિકારીઓનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...