પરિણામ:ધાનેરા તાલુકામાં એકપણ સરપંચ રિપીટ ના થયા

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધાનેરા તાલુકાની 22 ગ્રામ પંચાયતોની મતગણતરી  હાથ ધરાઈ હતી.જ્યાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. - Divya Bhaskar
ધાનેરા તાલુકાની 22 ગ્રામ પંચાયતોની મતગણતરી હાથ ધરાઈ હતી.જ્યાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.
  • સાંજ સુધીમાં 22 ગ્રામ પંચાયતો પૈકી 13 પંચાયતોના પરિણામ બહાર આવ્યા

ધાનેરાની 22 ગ્રામ પંચાયતોની મતગણતરી ધાનેરા-થરાદ રોડ પર આવેલ કે.આર.આંજણા કોલેજ ખાતે સવારે 8 વાગ્યાથી શરૂ કરાઇ હતી. જો કે મતગણતરી મંદગતિએ ચાલતી હોઇ સાંજે 5 વાગ્યા સુધી 13 જેટલી પંચાયતોના પરિણામ બહાર આવ્યા હતા.કોલેજ કમ્પાઉન્ડ અને સામે રોડની એક સાઈડે લોકો પરિણામની રાહ જોઇ બેસી ગયા હતા. મોડી સાંજ સુધી 13 ગ્રામ પંચાયતોના પરિણામ આવ્યા હતા. જ્યારે આ આવેલ તમામ પરિણામોમાં એકપણ જૂના સરપંચ રિપીટ થયા ન હતા. જેમાં ધાખા ગામનું કાઉન્ટિંગ સવારે ચાલુ કરવામાં આવતા સાંજે 5 વાગે પૂરું થયું હતું.

અન્ય સમાચારો પણ છે...