કાર્યવાહી:નેનાવા ચેકપોસ્ટ નજીકથી દારૂ ભરેલી ટ્રક સાથે બે શખ્સ ઝબ્બે

ધાનેરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂ.18.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ધાનેરા પોલીસે શનિવારે નેનાવા ચેકપોસ્ટ નજીક વાહન ચેકીંગ દરમ્યાન દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી તેમાંથી દારૂની 575 પેટી સાથે બે શખ્સોની અટકાયત કરી હતી. અને દારૂ સહીત રૂ.18,91,720નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ધાનેરા પોલીસ શનિવારે નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકીંગમાં હતી. તે દરમ્યાન આવેલી ટ્રક નંબર એચઆર-47-બી-9901ની તલાસી લેતા ટ્રકમાંથી દારૂની 575 પેટી બોટલ નંગ-6460 કિંમત રૂ.11,86,720નો દારૂ મળી આવતા પોલીસે દારૂ, ટ્રક સહીત અન્ય સામગ્રી મળી કુલ રૂ.18,91,720ના મુદ્દામાલ સાથે રમેશલાલ સ્વર્ણસિંહ વાલ્મીકી અને બલજીતસિંહ નરીન્દરસિંહ જાટને ઝડપી ગુનો નોધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...