રજૂઆત:ધાનેરામાં પાંચ ટ્રેનોનું સ્ટોપેજ આપવા ધારાસભ્યની રેલ્વેમંત્રીને રજૂઆત

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધાનેરાથી પાંચ એક્ષપ્રેસ ટ્રેનો પસાર થાય છે પરંતુ ધાનેરા ખાતે સ્ટોપેજ ન હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. આ ટ્રેનોને ધાનેરા ખાતે સ્ટોપેજ આપવા માટે ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલ દ્વારા રેલ્વે મંત્રીને લેખીત રજુઆત કરવામાં આવી હતી.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ બાબતે તપાસ કરીને સ્ટોપેજ આપવા માટેની ખાત્રી આપતો પત્ર પણ મોકલવામાં આવતા ધાનેરાન લોકોમાં આ પાંચ ટ્રેનોનું સ્ટોપેજ મળે તેવી આશા જોવા મળી રહી છે.

કઇ-કઇ ટ્રેનોનું સ્ટોપેજ નથી
(૧) બિકાનેરથી દાદર ટ્રેન નં-02489/02490
(૨) જોધપુરથી ગાંધીધામ ટ્રેન નં- 02483/02484
(૩) ભગતની કોઠીથી બાન્દ્રા ટ્રેન નં- 04817/04818
(૪) બાડમેરથી યસવંતપુર ટ્રેન નં- 04805/04806
(૫) જોધપુરથી સાબરમતી ટ્રેન નં-04803/04804

અન્ય સમાચારો પણ છે...